કેટરીનાનું સ્ટનિંગ લૂકને જાેઇને તેના ફેન્સની ધડકન વધી ગઇ
કેટરીના કૈફે હાલમાંજ એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં તેનો અદાઓ દરેકને ઘાયલ કરે તેવી છે. આ વીડિયોને જાેઇને કેટરીનાના ફેન્સ પોતાનું દિલ ન સંભાળી શક્યા. કેટરીના અક્ષયકુમારની સાથે તેની આવનારી ફિલ્મ સૂર્યવંશી રિલીઝ કરવા તૈયાર છે અને તેનું પ્રમોશન પણ તેણે શરૂ કરી દીધું છે. સાથે જ તેણે સોશિયલ મીડિયા પર તેના ખાસ અંદાજમાં ફિલ્મનું પ્રમોશન કર્યું છે. કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ પર તેઓ એક ખૂબ જ સુંદર વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં કેટરીનાનું સ્ટનિંગ લૂકને જાેઇને તેના ફેન્સની ધડકન વધી ગઇ છે. હાલમાંજ કેટરીના કૈફે મુંબઇના બીચ કિનારે આ ફોટોશૂટ કરાવ્યું છે. વ્હાઇટ કલરના વન શોલ્ડર બૉડીકોન સ્લિટ ડ્રેસમાં કેટરીના કૈફ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
Recent Comments