સૌરાષ્ટ - કચ્છ

કોંગ્રેસની સરકારમાં ખેડૂત હિત અંગે કોઇ યોજના બની નથી, કોંગ્રેસની સરકારે ખેડૂતોની ચિંતા પણ નથી કરી: સી.આર.પાટીલ

કોંગ્રેસની સરકારમાં ખેડૂતના હિત અંગે કોઇ યોજનાઓ બની નથી. કોંગ્રેસની સરકારે ખેડૂતોની ચિંતા ક્યારેય કરી જ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની ચિંતા કરી અને વર્ષ દરમિયાન ખેડૂતોને 6 હજાર રૂપિયાની સહાય તેમના ખાતામાં સીધા જમા કરાવ્યા.   

જૂનાગઢ સહકારી બેંક અને ગુજરાત રાજય સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ તાલાળા માર્કેટ યાર્ડમાં ખેડૂત શિબિર કાર્યક્રમ તથા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહી હતી.  

આખા રાજયમાં 360 જેટલી સહકારી સંસ્થાઓ છે જેમાં સુગર ફેકટકી, ડેરીઓ, કો-ઓપરેટીવ બેંક, એ.પી.એમ.સી માર્કેટ, ખેતી બેંક આવી તમામ સહકારી સંસ્થાઓમાંથી 302 જેટલી સંસ્થાઓમાં ભાજપના કાર્યકરો જવાબદારી સંભાળે છે. પહેલાના સમયમાં ખાડે ગયેલી કેટલીય સહકારી સંસ્થાઓને ભાજપના આગેવાનોએ જવાબદારી મળતાની સાથે આજે ફરી મજબૂત કરી છે અને આજે પણ પ્રજાના હિત માટે કામ કરી રહી છે. તેવું તેમને જણાવ્યું હતું.  

રાજયમાં આવનાર વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષનો સંકલ્પ છે કે આપણે 182 વિઘાનસભા બેઠકો જીતવી, તો આપણે સૌ સાથે મળી જૂનાગઢ અને ગીર સોમનાથની સાતેય વિઘાનસભા જીતીએ તે વિશ્વાસ સાથે આગળ વધીએ તેમ જણાવ્યું હતું. 

Follow Me:

Related Posts