ગુજરાત

કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે – ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ બીજેપી જાડાય તેવી શક્યતા

ખેડ બ્રહ્માના ધારાસભ્યા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે. સુખરામ રાઠવાને વિપક્ષ નેતા બનાવાતા આ વાતની નારાજગીને લઈને અશ્વિન કોટવાલ બીજેપીમાં જોડાય તેવી પુરી શક્યતાઓ છે. કેમ કે, ઘણા સમયથી કોંગ્રેસના તમામ મોટા કાર્યક્રમ વિરોધ પ્રદર્શન, વિધાનસભામાં ગેર હાજરી દેખાઈ રહી છે. ત્યારે આગામી 6 અેપ્રિલના રોજ હિંમતનગરમાં એક કાર્યક્રમ થવા જઈ રહ્યાે છે ત્યારે ભાજપમાં જોડાય તેવી શક્યતા ઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સી આર પાટીલની ઉપસ્થિતિમાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસના વધુ એક દિગ્ગજ ધારાસભ્ય નારાજ હોવાની વાત સામે આવી છે.  કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ નારાજ ચાલી રહ્યા હોવાની વાતે જોર પકડ્યું છે પરંતુ તેમને હજુ સુધી ખુલીને આ વાત નથી કરી. પરંતુ અશ્વિન કોટવાલની ગેરહાજરીના કારણે ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ છે. 
એવી પણ વાતો વહેતી થઈ રહી છે કે, તેઓ વિપક્ષ નેતા બનવા માંગતા હતા જેથી આ નારાજગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો અેવું થશે તો અને ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ બીજેપી જાડાશે તો કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે.

Related Posts