સુરત પોલીસે અલગ અલગ ૩ જગ્યા પર દરોડા પડ્યા, ૩ લોકોની ધરપકડ કરી લીધી, સુરતમાં ૩ એજન્ટોએ ૫૫૫૧ ખોટા ખોટા સિમ કાર્ડ બનાવી ગ્રાહકના ફોટોસ – ડોક્યુમેન્ટ સાથે કર્યા ચેડા, અસમાજિક તત્વોને આપવામાં આવતા હોવાનું બહાર આવ્યું
સુરત શહેરમાં લાંબા સમયથી મોબાઈલ સિમ કાર્ડ લેવા આવતા ગ્રાહકોના ફોટા અને ડોક્યુમેન્ટ મેળવી તેમના નામે ખોટા સિમ કાર્ડ મેળવીને અસમાજિક તત્વોને આપવામાં આવતા હોવાનું એક રેકેટ સુરત પોલીસે ઝડપી પડ્યું છે. પોલીસે સરથાણા-વરાછા અને લિંબાયતમાં રેઇડ કરી ત્રણ એજન્ટની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. જાણીતી કંપનીના ત્રણ એજન્ટ દ્વારા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન ૫૫૫૧ સિમ કાર્ડ ગ્રાહકના ફોટો અને ડોક્યુમેન્ટમાં ચેડા કરીને ઈસ્યૂ કરવામાં આવ્યા હતા. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ખોટી રીતે સિમ કાર્ડ ઈસ્યૂ કરીને અસામાજિક તત્વોને આપવાનું એક રેકેટ ચાલતું હતું, આ બાબતે સુરત પોલીસે અલગ અલગ ૩ જેટલી જગ્યા પર દરોડા પડ્યા હતા અને ૩ લોકોની ધરપકડ કરી છે. સરથાણાની સરસ્વતી સોસાયટીમાં દીક્ષિત ગજેરા નામનો શખ્સ ૨૦૧૯થી ૨૦૨૧ સુધી કંપનીનો (ર્ઁંજી) પોઇન્ટ ઓફ સેલ એજન્ટ હોવાનું અને તેણે સરથાણા તથા કામરેજમાં ઓફિસ ખોલી સિમ કાર્ડ વેચ્યા હતા. તેણે વેચેલા સિમ કાર્ડ પૈકી ૫૪૬૧ સિમ કાર્ડના ડોક્યુમેશનમાં ગરબડ હોવાનું જણાઈ આવ્યું હતું.
આરોપીએ ઈસ્યૂ કરેલા કેટલાક સિમ કાર્ડ તો થોડાક સમયમાં જ બંધ થઈ ગયા હતા, પોલીસની પૂછપરછમાં દીક્ષિતે જણાવ્યું હતું કે એક સિમ કાર્ડ વેચવા ઉપર કંપની દ્વારા તેને ૩૦૦ રૂપિયાનું કમિશન આપવામાં આવતું હતું. જેથી તેણે વધુમાં વધુ સિમકાર્ડ ઈસ્યૂ કરવા માટે આ તરકટ કર્યું હતું. કેટલાક કેસમાં તો તેણે એક ગ્રાહકને નામે બે સિમ કાર્ડ લઇ એક પોતાની પાસે જ રાખી લીધાનું અને કંપની તરફથી કમિશન મળ્યા બાદ તેને તોડીને ફેંકી દીધા હતા. એટલું જ નહીં સિમ કાર્ડ ઝડપથી મળે તે માટે કેટલાક કિસ્સામાં તેણે ડોક્યુમેન્ટ્સ અને ફોટોમાં પણ ચેડા કર્યા હતા. આરોપીનો ઇરાદો શું હતો તે જાણવા પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.લિંબાયતમાં શિવાજીનગરમાં હનુમાન મોબાઇલ સેલ્સ એન્ડ સર્વિસમાં વોડાફોન પ્રમોટર તરીકે કામ કરતાં સાગર ગુલાબરાવ પાટીલ (રહે મદનપુરા, લિંબાયત) દ્વારા પણ ૨૦૨૦થી ૨૦૨૨ સુધી કેટલાક સિમ કાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા હતા. ૨૭ સિમકાર્ડ એવા હતા જેમાં ગ્રાહક તરીકે તેનો ફોટો હતો જ્યારે ર્ઁંજી એજન્ટ તરીકે તેની પત્ની તથા દુકાન માલિકનો ફોટો હતો. કંપની દ્વારા આ પ્રકરણની સાઇબર ક્રાઇમને જાણ કરાતા પોલીસ તેની વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકે ગુનો નોંધી ધરપકડ કરી હતી.ભાઈનો ફોટો અપલોડ કરી ૬૦ સિમ કાર્ડ એક્ટીવ કર્યા.
આરોપી પ્રદિપ શ્રવણદાસ રામાવત ૨૦૧૯થી ૨૦૨૦ દરમિયાન વરાછામાં રેટ રિયલ મોબાઈલ, સતાધાર મોબાઈલ અને રિયલ મોબાઈલના નામથી પોતાના ભાઈનો ફોટો અપલોડ કરી જુદીજુદી વ્યક્તિના નામે કુલ ૬૩ વિવિધ સેલ્યુલર કંપનીના સિમ કાર્ડનું વેચાણ કર્યું હતું. જેથી વરાછામાં ગુનો નોંધી પોલીસે પ્રદિપની ધરપકડ કરી હતી. સિમ કાર્ડ ખરીદી કરવા આવતા ગ્રાહકનું દુકાનદાર દ્વારા તેના મોબાઈલ ફોનમાં જે-તે કંપનીની એપ્લીકેશનમાં ઓનલાઈન ઝ્રેંજી્ર્ંસ્ઈઇ છઁઁન્ૈંઝ્રછ્ૈર્ંંદ્ગ ર્હ્લંઇસ્ ભરી ત્યારે જ ફોટો/વીડિયો લઈ ફોર્મમાં અપલોડ કરવામાં આવે છે. પરંતુ દુકાનદાર દ્વારા ચાલાકી વાપરી યેન કેન પ્રકારે ફોટો/વીડિયો બરાબર નથી આવેલ તેવા બહાના બતાવી તે ગ્રાહકનો બીજી વખત પોતાના મોબાઈલ ફોનમાં ફોટો/વીડિયો લેવાનું જણાવે છે, આવી સ્થિતિમાં સિમ કાર્ડની ખરીદી કરવા માટે ગયેલા ગ્રાહકોએ સાવચેતી રાખવી જાેઈએ. નવું સિમ કાર્ડ ખરીદી કરવા જાવ ત્યારે પોતાના આધારકાર્ડનો ફોટો દુકાનદારને તેના મોબાઈલ ફોનમાં પાડવા ન દેવો ફક્ત તેનો નંબર આપવો. નવું સિમ કાર્ડ જ્યારે એક્ટીવ કરવાનુ હોય ત્યારે તે સિમ કાર્ડ દુકાનદાર પાસે એક્ટીવ નહી કરાવતા, પોતાના મોબાઈલમાં સિમકાર્ડ નાંખી જાતેજ વેરીફીકેશન કરાવી એક્ટીવ કરવું.


















Recent Comments