પ્રાપ્ત અહેવાલો અનુસાર ગત બે-ત્રણ દિવસો પહેલાં ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલા રતનપુર ગામ નજીક એક જીપને ગમખ્વાર અકસ્માત થવા પામ્યો હતો જેમાં મળતી માહિતી અનુસાર રાજસ્થાનના આઠ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવી રહેલા લોકોને આ અકસ્માત નડયો હતો. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. રાજસ્થાનમાં સાગવાડા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
ગુજરાત રાજસ્થાન બોર્ડર પર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય


















Recent Comments