ગુજરાત

જાણો કેવી રીતે પેટ્રોલ પંપ નજીકના જ વર્કશોપમાં આગ લાગી

કાળ જાળ ગમી વચ્ચે દર વખતે ઉનાળામાં આગના બનાવો જે સતત સામે આવતાજ હોય છે તેમાં કોઈ બે મત નથી કારણ કે પુષ્કર ગરમી વચ્ચે આગ લાગવી જાણે સામન્ય બની જાતિ હોય તેવું લાગે છે ત્યારે આવીજ એક ઘટના સુરતના કામરેજના ઉભેળ ગામ નજીક આવેલ એક પેટ્રોલ પંપ નજીક જ વર્કશોપમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાં અફરા તફડીનો માહોલ સર્જાયો હતો. કામરેજ ફાયરએ ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો હતો…

કાળઝાળ ગરમી શરૂ થતાં જ આગ લાગવાની ઘટનાઓ સુરત જિલ્લામાં બની રહી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ઊંભેળ ગામની સીમમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલ વર્કશોપમાં આગ લાગતાં અફરા તફડી મચી ગઈ હતી. ઇંડિયન પેટ્રોલ પંપની બાજુમાં ફેબ્રિકેશન કેબિન બનાવતા વર્કશોપમાં આગ લાગી હતી. પંપની નજીક જ વર્કશોપમાં આગ લાગતાં લોકોમાં ભય જોવા મળ્યો હતો. ઘટના અંગે કામરેજ ફાયર વિભાગને જાણ કરતાં તેઓ તુરત સ્થળ ઉપર પહોંચ્યા હતા. અને થોડા સમય માટે પંપ બંધ કરવામાં આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી…

Related Posts