fbpx
ગુજરાત

જામનગર બેઠક પર કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને ટિકીટ આપતાં નરેશ પટેલે પક્ષનો આભાર માન્યો

જામનગરમાં કેન્સર એન્ડ રિસર્ચ હોસ્પિટલ માટે ભૂમિદાનને લઇને ખોડલધામ દ્વારા એપ લોન્ચ કરવા મુદ્દે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ જામનગર આવ્યા હતા. જ્યાં પત્રકારોએ તેમને લોકસભા ચૂંટણી સાથે સંબંધિત સવાલ કર્યા હતા.. આમ તો નરેશભાઇએ ઉપસ્થિત પત્રકારોને રાજકીય બાબતો કે ચૂંટણીને લગતા સવાલ ન પૂછવા વારંવાર કહ્યુ હતું.. પરંતુ પત્રકારોએ વળી-વળીને તેમને ચૂંટણી અને પાટીદાર રાજનીતી સુધી ખેંચવા પ્રયાસ કર્યો હતો..ત્યારે નરેશ પટેલે ખુબજ સુજબુઝથી ખુદને રાજનીતીથી દુર રાખવા પ્રયાસ કર્યો હતો.

જામનગર બેઠક પર કોંગ્રેસે જે.પી.મારવિયા( પટેલ)ને મેદાનમાં ઉતાર્યા છે.. ત્યારે પત્રકારે તેમને સવાલ કર્યો હતો કે પક્ષે પાટીદાર ઉમેદવારને ટિકીટ આપી છે તે મુદ્દે આપ શું કહેશો ત્યારે નરેશ પટેલે પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ પક્ષનો આભાર માન્યો હતો, જાે કે આથી આગળ એકપણ રાજકીય શબ્દો બોલવાથી તેઓ દુર રહ્યા હતા. જાે કે રાજકીય વર્તુળો નરેશ પટેલ દ્વારા કોંગ્રેસનો આભાર માનવાને લઇને પણ અલગ-અલગ ક્યાસ લગાવી રહ્યા છેપ અને ચર્ચા કરી રહ્યા છે કે શું નરેશ પટેલે કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો તો તેમનુ સમર્થન કોંગ્રેસ તરફી રહેશે કે શું ? અને આમ થશે તો પછી પુનમ બેન માડમ કે જે ભાજપના ઉમેદવાર છે તેમનું શું ? જાે કે આ તો બધી ચર્ચાઓ છેપ સત્તાવાર રીતે તો નરેશ પટેલે આ ચૂંટણીમાં કોઇને પણ કંઇપણ અટકળ કરવાનો કોઇ મોકો હજુ સુધી આપ્યો નથી.

Follow Me:

Related Posts