આજરોજ અમરેલી ખાતે નેતા વિપક્ષ માન. શ્રી પરેશભાઈ ધાનાણીની હાજરીમાં દેવરાજીયા ગામના પીઢ કોંગ્રેસ અગ્રણી સાવરકુંડલા નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને ચીફ ઓફીસરશ્રી બી.એન. રાખોલીયા, દેવરાજીયા ગામના જ પીઢ ખેડૂત અગ્રણી શ્રી ભનુભાઇ બાબરીયા તથા નિવૃત મામલતદાર અને ચીફ ઓફીસર અને પરેશભાઇ ધાનાણીના પાયાના વડીલ માર્ગદર્શક શ્રી એમ.આર.ધાનાણીએ ભાજપ છોડી પુન: કોંગ્રેસમાં ઘરવાપસી કરતા કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી છે.
જિલ્લા ભાજપ પ્રમુખશ્રીના ગામના જ આ બે પીઢ અગ્રણીઓ ભાજપ સરકારની નિતી રીતી જેવી કે ખેડૂતોની ઉપેક્ષ, મોંઘવારીનું તાંડવ અને સતત અરાજકતાને કારણે ત્રસ્ત હોવાથી ફરીથી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ભુકંપ સર્જાયેલ છે.
કોંગે્રસપક્ષની નિતી ગામ, ગામડુ, ખેતી અને ખેત મજુરોને ધ્યાનમાં રાખી ઘડાતી હોય, સંગઠનમાં પણ કાર્યકરોનું માન સન્માન જળવાતું હોય એ બાબત ધ્યાને લઇ ઉપરોકત અગ્રણીઓ સ્વૈચ્છાએ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે.
આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી, મહામંત્રીશ્રી જનકભાઇ પંડયા, જિલ્લા કોંગ્રેસ અગ્રણીશ્રી દિલીપભાઇ બસીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મનીષભાઇ ભંડેરી, તાલુકા કોંગ્રેસ મહામંત્રીશ્રી વિપુલભાઇ પોંકીયા, શૈલેષભાઇ ભંડેરી વિગેરે સહિતના અગ્રણીઓએ ઉપરોકત વરિષ્ઠ અગ્રણીઓને કોંગ્રેસ પક્ષમાં ખેસ પહેરાવી સ્વાગત કરી આવકારવામાં આવેલ હતા.
Recent Comments