fbpx
ગુજરાત

ડાંગના ઢોંગીઆંબા અને બરડીપાડા ગામે લાકડાની ચોરી કરવા જઈ રહેલા શખ્સોને વનવિભાગે અટકાવતા કર્મચારીઓ પર હુમલો કર્યો

ડાંગના જંગલમાં પ્રતિબંધિત લાકડાની ચોરી કરનારા લોકો પર વનવિભાગ અને પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવતી હોય છે ત્યારે હવે તે લોકો દ્વારા કોઇની પણ બીક-ડર છેજ નહિ તેવો કિસ્સો સામે છે જેમાં ઢોંગીઆંબા અને બરડીપાડા ગામે લાકડાની ચોરી કરવા જઈ રહેલા શખ્સોને વનવિભાગે અટકાવતા આ શખ્સોએ વનવિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં વનવિભાગના ૮ કર્મચારીને ઈજા પહોંચી છે. આ હુમલાની ઘટના બાદ પોલીસે ૧૦ હુમલાખોરને ઝડપી પાડ્‌યા છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ શરૂ છે. ડાંગમાં સાગના લાકડાની તસ્કરીના બનાવ આવારનવાર સામે આવે છે. કાલીબેલ રેન્જમાં પણ વનકર્મીઓ પર હુમલાનો બનાવ સામે આવ્યો કે જ્યાં ૪ શખ્સોને વનવિભાગની કચેરીએ લવાયા હતા. અહીં ગામના લોકોએ વનકર્મીઓને બંધક બનાવી લાકડા ચોરોને છોડાવવા માટે વનવિભાગના કર્મચારી પર લાકડાના ડંડાથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત વનકર્મચારીઓને આહવાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અહીં ટોળાએ વન વિભાગની કચેરીમાં ઘુસીને મારામારી કરી અને તોડફોડ પણ કરી હતી. બન્ને બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી છે અને કુલ ૧૪ આરોપીની ધરપકડ કરી લઈ આગળની તપાસ ચાલુ કરી છે.

Follow Me:

Related Posts