શાળામાં જ્યારે રોપાય છે સંસ્કારના આ બીજ,
બાળમાનસ પર અંકુરિત
થાય છે સનાતન પ્રીત.
–“પાંધી સર”
શાળા એ માત્ર અક્ષરજ્ઞાન આપવાનું કેન્દ્ર નથી, પરંતુ ચારિત્ર્ય નિર્માણ અને સંસ્કાર સિંચનની પ્રયોગશાળા પણ છે. શાળા જો ધારે તો શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રશિક્ષણ આપીને ભારતીય સંસ્કૃતિની ગરીમાનું જતન કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી શકે છે. બાળપણમાં રજૂ થતા આ સંસ્કારોની અસરો બાળમાનસ પર દીર્ઘકાલીન અને કાયમી બની રહે છે.
તાજેતરમાં સાવરકુંડલાની પ્રિયાંશી પ્લે હાઉસ અને આર. કે. પ્રાથમિક શાળામાં યોજાયેલ પાર્થિવ શિવલિંગ નિર્માણ અને પૂજનનો કાર્યક્રમ એ આ દિશામાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. શ્રાવણ માસની ઉજવણીના ભાગરૂપે ધોરણ ૧ થી ૮ ના બાળકોએ પોતે ઘરેથી માટી લાવીને ૧૦૮ જેટલાં સુંદર પાર્થિવ શિવલિંગ બનાવ્યા હતાં અને શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કર્યું હતું. *આ તકે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશભાઈ આસનાની એ જણાલ્યુ હતું કે સામુહિક ધોરણે યોજાતા આવા પર્વો અને ઉત્સવો દ્વારા બાળકો આપણી સંસ્કૃતિ, પરંપરાઓ અને ધાર્મિક મહત્વથી સહજ રીતે પરિચિત થાય છે. જ્યારે બાળક પોતે પોતાના હાથે પર્વની તૈયારીઓમાં જોડાય છે, ત્યારે તેનામાં સનાતન ધર્મ પ્રત્યે શ્રદ્ધા, સમર્પણ અને ભાવનાત્મક જોડાણ દ્રઢ બને છે.* શાળાના આચાર્યા કોમલબેન આસનાનીના માર્ગદર્શન અને સમગ્ર શિક્ષક ગણની અથાક જહેમતથી કરવામાં આવતા આવા સંસ્કારી પ્રયાસો બાળકના સર્વાંગી વિકાસ માટે પાયાની ઈંટ સાબિત થાય છે.















Recent Comments