શ્રી તખુભાઈ સાંડસુર સાડા ત્રણ દશક સુધી શિક્ષણમાં કાર્યરત હતાં.અને હજુ પણ તેઓ સમર્પિત રીતે આ સેવામાં જોડાયેલાં છે. તેઓ લેખન, માર્ગદર્શન અને નીતિગત ફેરફારોની સાથે શિક્ષણને ગુણવત્તાલક્ષી બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી તેમના વિવિધ ક્ષેત્રમાં કાર્યરત પૂર્વ વિદ્યાર્થીઓ કે જેમની કામગીરી સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બની છે. તેમનું સન્માન કરવાનો અવસર સ્વ શ્રી મનુભાઈ પંચોળીના પુણ્ય સ્મૃતિમાં ઊભો કરવામાં આવે છે. આ શૃંખલામાં ચાલુ વર્ષે શિક્ષણ ક્ષેત્રે શ્રી તખુભાઈ સાંડસુરનું તારીખ 15 મી ઓક્ટોબર 2024 ના દિવસે દર્શકની જન્મ જયંતી નિમિત્તે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે જાણીતા હાસ્ય લેખક શ્રી રતિલાલ બોરીસાગર અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરૂણભાઈ દવે દ્વારા સન્માન ભાવ વંદના કરવામાં આવી.
તખુભાઈ સાંડસુરનું લોકભારતી સણોસરા ખાતે સન્માન થયું

Recent Comments