fbpx
અમરેલી

ધારાસભ્ય પ્રતાપ દુધાતે લીલીયાથી અંટાલિયા મહાદેવ સુધીની 6 કિલોમીટરની પદયાત્રા યોજી

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય નેતાઓ શક્તિ પ્રદશન કરતા હોય ત્યારે સાવરકુંડલા/લીલીયા ના ધારાસભ્ય પ્રતાપ દુધાતે લીલીયાથી અંટાલિયા મહાદેવ સુધીની 6 કિલોમીટરની પદયાત્રા યોજી હતી ને લીલીયાથી નીકળેલી દુધાતની પદયાત્રામાં અનેક કોંગી કાર્યકર્તાઓ જોડાયા હતા ને ગામડે ગામડે દુધાતનું સ્વાગત કરવામાં આવ્યું હતું આગળ ઢોલ સાથે દુધાતે શક્તિ પ્રદશન પણ કર્યું હોય તેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો ને કોંગી નેતાએ  મતદારોને આકર્ષવા માટે પ્રસિદ્ધ અંટાલિયા મહાદેવ ખાતે પદયાત્રા યોજી હતી.

જ્યારે આજે શ્રાવણ માસનો છેલો સોમવાર હતો ને ભક્તોની ભીડ પણ અંટાલિયા મહાદેવ ખાતે વધુ હતી ને ધારસભ્ય પ્રતાપ દુધાતે પદયાત્રા સાથે ચોર્યાશીનું આયોજન સજોડે કરીને 2022 ની ચૂંટણી પહેલા શક્તિ પ્રદશન કર્યું હતું. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કોંગી ધારાસભ્ય દુધાતે  મતદાતા આકર્ષવા અને મત વિસ્તારોમાં પ્રભુત્વ બતવવા શક્તિ પ્રદશન ને દુધાતે કોઈ રાજકીય કાર્યક્રમ ન હોવાનું જણાવીને કોંગી ધારાસભ્ય દુધાતે  શક્તિ પ્રદશન  કરી બતાવ્યું હતું.


આ ચોર્યાસી અને યાત્રા માં કોંગ્રેસ ના પ્રદેશ મંત્રી  ચંદ્રેશ ભાઈ રવાણી  ગુજરાત માયનોરિટી ડિપાર્ટમેન્ટ ના મહા મંત્રી અને ભાવનગર ના પ્રભારી ઇકબાલ ગોરી સાવરકુંડલા શહેર ના પ્રમુખ હસું સૂચક કનું ભાઈ ડોડીયા  હરિ બાપા સગર ઈરફાન પ્રમુખ ઓસા ભાઈ પઠાણ   મહેશ ભાઈ જયાની રાજે ભાઈ કાઉન્સિલર   વિપુલ ભાઈ જયાની  અશોક ખુમાણ વિજય રાઠોડ ભુપત ચુડાસમા  મનું ભાઈ ડાવરા સહિત ક્રાકચ લીલીયા કુંડલા ભરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts