નરાધમોએ પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાંખ્યાની ચર્ચા ઉ.પ્રદેશ શર્મસારઃ આંગણવાડી સહાયિકાની ગેંગરેપ બાદ હત્યાથી ચકચાર
ઉત્તર પ્રદેશના બદાયૂમાં ૫૦ વર્ષની એક આંગણવાડી સહાયિકાની ગેંગરેપ બાદ હત્યા અને પ્રાઇવેટ પાર્ટમાં રૉડ જેવી ચીજ નાંખવાની અત્યંત ક્રુર ઘટના સામે આવી છે. આંગણવાડી સહાયિકાના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા થઈ છે. ગેંગરેપ બાદ હત્યા કરનારા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ૨ આરોપી અત્યારે પણ ફરાર છે, જેમની શોધમાં પોલીસની ૪ ટીમો લાગી છે. એસએસપી સંકલ્પ શર્માએ બેદરકારી દાખવનારા સ્ટેશન હેડ રાઘવેન્દ્ર પ્રતાપ સિંહને સસ્પેન્ડ કરી દીધો છે.
૩ જાન્યુઆરીની સાંજે ૫૦ વર્ષની આંગણવાડી સહાયિકા મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. આ દરમિયાન મંદિર પર રહેલા મહંત સત્યનારાયણ, ચેલા વેદરામ અને ડ્રાઇવર જસપાલે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો અને ૩ જાન્યુઆરીની રાત્રે જ પોતાની ગાડીથી આંગણવાડી સહાયિકાની લોહીથી લથપથ લાશ તેના ઘરે ફેંકીને ફરાર થઈ ગયા. પરિવારે ઉઘૈતી પોલીસ સ્ટેશનને સમગ્ર ઘટનાની જાણકારી આપી, પરંતુ પોલીસ પરિવારને અંધારામાં રાખીને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવરાવી રહી. પોલીસે પહેલા તો આંગણવાડી સહાયિકા સાથેના ગેંગરેપ અને બાદમાં હત્યાની ઘટનાને જૂઠી ગણાવીને કૂવામાં પડવાથી મોત થયું હોવાની વાત કહી.
અધિકારીઓની ધ્યાને આ વાત આવતા અને મીડિયામાં ઘટના આવ્યા બાદ પોલીસે આંગણવાડી સહાયિકાના ઘરવાળાઓની ફરિયાદ પર મહંત સત્યનારાયણ, ચેલા વેદરામ તેમજ ડ્રાઇવર જસપાલની વિરુદ્ધ ગેંગરેપની ઘટના બાદ હત્યાની કલમોમાં કેસ નોંધ્યો, પરંતુ પોલીસે ૪ જાન્યુઆરીના આંગણવાડી સહાયિકાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ના કરાવીને ૫ જાન્યુઆરીના લગભગ ૪૮ કલાક બાદ કરાવ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ આગંણવાડી સહાયિકાની સાથે થયે જઘન્ય ઘટનાની પુષ્ટિ થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાના શરીર પર ગંભીર ઇજાના નિશાન છે. સાથે જ પ્રાઇવેટ પાર્ટમાં રૉડ જેવી ચીજ નાંખ્યાની વાત પણ સામે આવી રહી છે.
પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. સાથે જ એસએસપી સંકલ્પ શર્માએ લાપરવાહી કરનારા સ્ટેશન હેડ રાઘવેન્દ્ર પ્રતાપને સસ્પેન્ડ કર્યા છે, જ્યારે ૨ આરોપી અત્યારે પણ ફરાર છે જેમની શોધ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત પણ સામે આવી છે કે આંગણવાડી સહાયિકાની પાંસળી અને ફેફસા પણ ડેમેજ છે.
Recent Comments