fbpx
ગુજરાત

પેરોલ પર ૯ વર્ષથી ફરાર કેદીને ઝડપી પડતી સુરત ક્રાઇમ બ્રાન્ચ

સુરત ક્રાઇમ બ્રાન્ચને એક રીઢા ગુનેગારને પકડવામાં સફળતા મળી છે, છેલ્લા નવ વર્ષથી પેરોલ પરથી ફરાર કેદીને ઝડપી લેવામાં આવ્યો છે, વર્ષ ૧૯૯૮માં કૈદી વિરુદ્ધમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અપહરણ, લુંટ વિથ મર્ડરની ફરિયાદ નોંધાઈ હતી. પાકા કામના કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ વર્ષ ૧૯૯૮માં ટેક્સી ચલાવતો હતો. તેણે સુરત રેલવે સ્ટેશનથી બે પેસેન્જર રાજુ યાદવ અને અતુલ બાજપાયને લઈને વડોદરા રવાના થયો હતો. પરંતુ ભરુચ વડોદરા વચ્ચે પથ્થરથી માર મારી મહંમદ રીયાઝનું ખૂન કરી લાશને ફેંકી દઈ ટેક્સીની લૂંટ ચલાવી હતી. નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ પોલીસે ઝડપી લીધો હતો. આ કેસમાં આજીવન કેદની સજા મળી હતી.

જો કે પાકા કામના કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ લાજપોર જેલમાં કેદ હતો. આ દરમિયાન હાઈકોર્ટમાં સ્પેશિયલ એપ્લિકેશનથી ૧૪ દિવસના પેરોલ માંગ્યા હતાં. રાજુને ૧૪ એપ્રીલે હાજર થવાનું હતું. પરંતુ તે ફરાર થઈ ગયો હતો. ઉત્તરપ્રદેશના અલગ અલગ શહેરમાં નાસતો ફરતો અને છૂટક મજૂરી કરતો હતો. રાજુનો દીકરો નોઈડમાં બેંકમાં નોકરી કરે છે. જેથી રાજુ પણ ત્યાં શિફ્‌ટ થઈ ગયો અને ડ્રાઈવિંગનું કામ કરવા લાગ્યો હતો. જો કે, બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવને ઝડપી લીધો છે.

Follow Me:

Related Posts