હાર્ટ અટેકની મોતના સતત કિસ્સા વધી રહ્યા છે. વધુ એક યુવકનું હાર્ટ અટેકથી અચાનક જ મોત થયું છે. બોટાદના ગઢડામાં જીઆરડીમાં ફરજ બજાવતા ૪૫વર્ષિય કાનજીભાઇ થડવાઇને હાર્ટ અટેકના કારણે મોત થયું છે. નાની વયના લોકોમાં હાર્ટ અટેકથી મોતની આજકાલ અવારનવાર ઘટના બની રહી છે. સુરતમાં સતત ત્રીજા દિવસે હાર્ટ અટેકથી મોતની ઘટના બની છે. સુરત બાદ બોટાદના ગઢડામાં જીઆરડીમાં ફરજ બજાવતા ૪૫ વર્ષિય કાનજીભાઇને હાર્ટ આવતા મોત થઇ ગયું, ગઢડા ના ટાટમ ગામે રાત્રી દરમ્યાન ફરજ બજાવી ઘરે ફરતા સમયે પોતાના ગામના ગોરડકા બસ સ્ટેન્ડ નજીક પહોંચતાં જ અચાકન તેમને હાર્ટ એટેક આવી જતાં પોલીસસ કર્મીનું મોત નિપજ્યું છે. પોલીસ કર્મીના મોતના સમાચારથી પરિવાર અને પોલીસ બેડમાં શોક વ્યાપી ગયો છે.
ફરજ બજાવીને પરત ઘરે જતાં ય્ઇડ્ઢ જવાનનું હાર્ટ અટેકથી થયું મોત

Recent Comments