અમરેલી

બગસરાનાં હડાળા ખાતે રૂપિયા ર.રપ લાખનાં ખર્ચે પુલ બનાવાશે

રાજુલા, તા.ર, બગસરાના હડાળા ગામે ધારાસભ્‍ય જે.વી. કાકડીયાની જહેમતથી રૂપિયા ર.રપ લાખના ખર્ચે પુલ અને અનુ.જાતિના સ્‍મશાન જવાના માર્ગ પર કોઝ-વે બનાવવા રૂપિયા પાંચ લાખ મંજૂર કરવામાં આવેલ છે. આજે કોકીલાબેન કાકડીયાના વરદ હસ્‍તે પુલ અને કોઝ-વેનું ભૂમિપૂજન કરવામાં આવ્‍યું હતું. આ તકે સરપંચ નાથીબેન ચાવડા, ઉપસરપંચ રાકેશ વઘાસીયા અને ગામજનો ઉપસ્‍થિત રહયા હતા.

Related Posts