fbpx
રાષ્ટ્રીય

મહાવીર જયંતીના પર્વ પર ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મુએ મહાવીર જયંતીની પૂર્વ સંધ્યાએ તેમના સંદેશમાં કહ્યું છેઃ- “મહાવીર જયંતીના શુભ અવસર પર, હું તમામ સાથી નાગરિકોને, ખાસ કરીને જૈન સમુદાયને હાદિર્ક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.મહાવીર જયંતી એ ભગવાન મહાવીરની જન્મજયંતી છે – “અહિંસા અને કરુણા”નું પ્રતીક. આ તહેવાર આપણને પ્રેમ અને શાંતિનો સંદેશ આપે છે. ભગવાન મહાવીરે આદર્શ અને સંસ્કારી સમાજના નિર્માણ માટે અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય અને ત્યાગનો માર્ગ બતાવ્યો. તેમના ઉપદેશો માનવજાતના કલ્યાણ માટે હંમેશા સુસંગત રહેશે.આ અવસર પર, ચાલો આપણે સમાજમાં પ્રેમ અને સંવાદિતા ફેલાવવાનો અને રાષ્ટ્રના વિકાસ માટે સમર્પણ સાથે કામ કરવાનો સંકલ્પ કરીએ.”

Follow Me:

Related Posts