માલગઢ ગામે ભાજપ ઉમેદવારનું ભવ્ય સ્વાગત, લોકોએ મોબાઈલ લાઇટ કરીને સમર્થન આપ્યું

ડીસા તાલુકાના માલગઢ ગામે ભાજપ ઉમેદવારના સમર્થનમાં ભવ્ય સભા યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ મોબાઈલ લાઈટ ચાલુ કરી ઉમેદવારને સમર્થન આપી જંગી બહુમતી જીતાડવા માટે વિશ્વાસ અપાવ્યો હતો. ડીસા વિધાનસભા બેઠક પર અત્યારે ચાર પાંખીઓ જંગ છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવાર ચૂંટણી પ્રચાર માટે એડી ચોટીનું જાેર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપના ઉમેદવાર પ્રવિણ માળીની માલગઢ ગામે જનસભા યોજાઈ હતી. જેમાં ૫ હજારથી પણ વધુ લોકો ઉમટી પડ્યા હતા. ઉમેદવાર પ્રવીણ માળીને ખભે બેસાડી ફૂલોનો વરસાદ કરી સ્વાગત કર્યું હતું.
તેમજ ઉમેદવારના સમર્થનમાં ઉપસ્થિત તમામ લોકોએ મોબાઈલ લાઈટ ચાલુ કરી સમર્થન આપ્યું હતું. તેમજ જંગી બહુમતીથી જીતાડવા માટે પણ વિશ્વાસ અપાવ્યો હતો. સભાને સંબોધન કરતા પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, ત્યારે નગરપાલિકા અને ગ્રામ પંચાયતથી લઈ કેન્દ્ર સુધી ભાજપની સરકાર છે. જેથી ગામેગામ વિકાસનો પ્રવાહ ચાલી રહ્યો છે અને આ વિકાસના ધોધને આગળ પણ અવિરત ચાલુ રાખવા માટે ભાજપને બહુમતીથી જીતાડવું ખૂબ જ જરૂરી છે. માટે ગામમાં ૧૦૦ ટકા મતદાન કરી ભાજપને જીતાડવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી.
Recent Comments