અમરેલી

રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદ ભગત ધોળકિયા માદરે વતન દુધાળા માં દરેક ઘેર સોલાર સિસ્ટમ ફિટ કરાવી ગામ ને વીજ બીલ થી કાયમી મુક્તિ આપશે

લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના મોભી ગોવિંદભાઈ ધોળકિયા એ માદરે વતન દુધાળા પધારતા સ્થાનિક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ગ્રામ્ય અને શહેરી અગ્રણી ઓ દ્વારા વતન પ્રેમી પ્રબુદ્ધ વૈચારિક શ્રેષ્ટિ નો સત્કાર શ્રી ભુરખિયા હનુમાનજી ની છબી થી સન્માન કરતા જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા જિલ્લા ભાજપ ના કોશિકભાઈ વેકરિયા લાઠી નગર પાલિકા ભરતભાઈ પાડા રાજુભાઇ ભુવા સહિત અસંખ્ય સ્થાનિક અગ્રણી ઓ દ્વારા ડાયમંડ કિંગ વ્યસન મુક્તિ ના હિમાયતી શ્રી ભગત નું વિશિષ્ટ બહુમાન કર્યું હતું  શિક્ષણ આરોગ્ય જળ સંસાધન જેવી અનેકો મુહિમો માં નમૂના રૂપ રાહબર વતન લાઠી ખાતે લાલજી દાદા ના વડલા નામે ચાલતી સંતોકબા મેડિકલ સેન્ટર સમગ્ર તાલુકા માટે આશીર્વાદ રૂપ આરોગ્ય સેવા આપે છે  શ્રી ગોવિદ ભગત ધોળકિયા ને લીવર ટ્રાન્સફર બાદ પ્રથમ વાર વતન પધારી નાના એવા દુધાળા ગામ માં દરેક ઘેર સોલાર સિસ્ટમ પોતા ના ખર્ચે ફિટ કરાવી આખા ગામ ને વીજ બિલ માંથી કાયમી મુક્તિ આપશે અગાઉ રામકૃષ્ણ મેડિકલ સેવા હેઠળ ડો અબ્દુલ કલામ આરોગ્ય પ્રોજેકટ થી સમગ્ર તાલુકા ની અતિ આધુનિક ખર્ચાળ લેબ કરાવી આપનાર ગોવિદભાઈ ધોળકિયા નો વધુ એક ઉદાર નિર્ણય 

Related Posts