રામનવમી નિમિત્તે અનોખો સેવાયજ્ઞમોટા ઉજળાના મિસ્ત્રી દ્વારા સાવરકુંડલા ગીરધર ઘરમાં વોકિંગ સ્ટીક આપવામાં આવી.
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના મોટા ઉજળા ગામના સેવાભાવી સુથાર સમાજ ના દલસુખભાઈ રામજીભાઈ ધારૈયા વર્ષોથી એક અનોખો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે.પોતે નિવૃત જીવન ગાળે છે, પરંતુ મિસ્ત્રી કામના જાણકાર હોવાથી નિયમિત શ્રમ કરતા રહે છે અને લાકડા માંથી વૃદ્ધો માટે ટેકણ લાકડી એ પણ જુદી જુદી કલાત્મક ઓપ આપીને બનાવ્યા કરે છે. વાર તહેવારે પ્રસંગોએ આખા જિલ્લામાં જ્યાં ક્યાંય વૃદ્ધાશ્રમ હોય અથવા ગામડાઓમાં ચોરે ચૌટે વૃદ્ધોના સમૂહ હોય ત્યાં પહોંચી જઈને તદ્દન નિ:શુલ્ક ભેટ આપી સંતોષ અને આનંદ અનુભવે છે.અત્યાર સુધીમાં સેકડો વોકિંગ સ્ટીક ભેટ આપી ચૂક્યા છે.હાલમાં રામનવમીના પવિત્ર દિવસે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગીરધર વાવ મુકામે આવેલ વૃદ્ધાશ્રમ વડીલોના ઘર એવા ગિરધર ઘરમાં રહેતા તમામ વૃદ્ધોને સાવરકુંડલાના શૈક્ષણિક અને સામાજિક અગ્રણી પ્રતાપભાઈ ખુમાણ ના હસ્તે વોકિંગ સ્ટીક અર્પણ કરવામાં આવી હતી. અજાણ્યા મલકમાં અજાણી વ્યક્તિઓ પણ ની:સહાય વૃદ્ધોનો સહારો બનવા વગર માંગે જરૂરી વસ્તુઓ આપવા દોડી આવતા ગિરધર ઘરમાં રહેલા એક વિકલાંગ વૃદ્ધા તો પોકે પોકે રડી પડ્યા હતા. આ વિતરણ સમયે સાવરકુંડલાના નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી કાંતિભાઈ ગજજર પણ સાથે રહ્યા હતા.
Recent Comments