વડોદરાના મહુડી ભાગોળ વિસ્તારમાં ગેસનો બાટલો ફાટ્યો
વડોદરાના ડભોઇમાં આજે એક રહેણાંક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હોવાની ઘટના બની છે. મહુડી ભાગોળ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં એક ગેસના બાટલામાં અચાનક આગ લાગી છે. જાે કે ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગે ગેસનો બાટલો ઘરની બહાર કાઢ્યો અને આગને ઓલવી હતી. ગેસનો બાટલો ફાટી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. સદનસીબે ઘટનામાં કોઇ પણ જાનહાનિ થઇ નથી. મકાનમાં રહેતા લોકોનો આબાદ બચાવ થયો છે. તો બીજી તરફ ભરૂચના જંબુસરમાં સારોદ ખાતે આવેલી ઁૈં કંપનીમાં કેમિકલ લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં બ્રોમિલ કેમિકલ લીકેજ થતા ૩૦ જેટલા કામદારોને અસર થઇ હતી. જે બાદ તેમને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
Recent Comments