અમરેલી

શિવકુંજ આશ્રમ જાળિયામાં ભક્તિભાવ સાથે ઉજવાશે ગુરુપૂર્ણિમા

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સોમવારે ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. ભાવનગર જિલ્લાના ગૌરવરૂપ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ભાવિક ભક્તોના સંકલન સાથે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી પ્રસંગે શ્રી ગોપાલજીગિરી બાપુની પૂજન વંદના વિધિ  થશે.  શ્રી વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારના સંકલન સાથે સોમવારે સવારે ગુરૂપૂજન અને બપોરે મહાપ્રસાદમાં ભાવિકો ભક્તિભાવ સાથે જોડાશે.

Related Posts