ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ હિંદુ ધર્મમાં રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે રામનવમી 17 એપ્રિલ બુધવારના રોજ ઉજવામાં આવી હતી. વર્ષોના સંઘર્ષ બાદ આયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામ નવમી ઉજવણી હોય ત્યારે પોતાના ગામની અંદર આવેલા રામજી મંદિરે દર્શન કરીને દિનચર્યાની શરૂઆત કરી હતી. સાથોસાથ અમરેલી લોકસભા સીટમાં વિવિધ સંગઠનો દ્વારા ભવ્ય રામ નવમી ઉત્સવની ઉજવણી કરવા આવતી હોય જેમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા અલગ અલગ વિસ્તારોમાં નીકળી હતી ત્યારે લાઠી, અમરેલી, ધારી, ચલાલા, લીલિયા, સાવરકુંડલા, વિસ્તારોમાં ભવ્ય રામ નવમી ઉત્સવની ઉજવણીમાં હાજર રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો વિવિધ સંગઠનો દ્વારા શ્રી ભરત સુતરીયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર અમરેલી જિલ્લો રામમય બન્યો હતો
શોભાયાત્રમાં વિવિધ સંગઠનો દ્વારા ભરત સુતરીયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું શહેરી વિસ્તારમાં નીકળેલ ભગવાનશ્રી રામની શોભાયાત્રામાં હિન્દુ સમાજની એકતા-સમરસતાનું સુંદર પ્રેરણાદાયી વાતાવરણ જોવા મળ્યું હતું

Recent Comments