અમરેલી

સરંભડા ફીડર ખેતીવાડીમાં રાત્રે સીગલ ફેઈઝ લાઈટ આપવાની માંગ કરતા : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

અમરેલી તાલુકાના સરંભડા ગામે આવેલ ફીડરમાં છેલ્લા એક મહીના કરતા વધુ સમયગાળા થી રાત્રીના સમયે ખેતીવાડીમાં સીગલ ફેઈઝ લાઈટ આપવામાં આવતી નથી, શેત્રુંજી નદીના કાંઠે આવેલા ગામોમાં રાનીપશુઓ જેવા કે સિંહ,દીપડાનો ત્રાસ દીનપ્રતીદીન વધતો જાય છે, હમણા બે જ દિવસ પહેલા સાજીયાવદર ગામેથી દીપડાને પકડવામાં આવેલ આવા રાનીપશુઓના ભયથી ખેતીવાડીમાં રાત્રે વાડીએ રહેતા મજુર તથા ખેડુતોને જીવનું જોખમ રહે છે, જેને લીધે વાડીએ રહેવું મુશ્કેલ બન્યું છે, તો વાડીએ રહેતા મજુર તથા ખેડુતોના હીતમાં સરંભડા ફીડરમાં ખેતીવાડીમાં રાત્રે સીંગલ ફેઈઝ લાઈટ તત્કાલ આપવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.

Related Posts