અમરેલી

સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની આજથી એક વર્ષ પૂર્વે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ નાવલી અંગે પૂછવામાં આવેલ સવાલનો જવાબ કંઈક આમ હતો. 

આજથી એક વર્ષ પૂર્વે સાવરકુંડલાની ધરતી પર તારિખ ૧૭-૯-૨૦૨૨ ના રોજ સાવરકુંડલા શહેરમાં આવેલ આંખની હોસ્પિટલના વિશાળ મેદાનમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે મહાયજ્ઞનું ભવ્ય આયોજન થયેલ. આ મહાયજ્ઞમાં માનનીય મહેશભાઈ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ સાવરકુંડલા શહેરની નાવલી નદીના સ્વચ્છતા ઝુંબેશ અંગે પ્રશ્ર્ન પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સાવરકુંડલા શહેરની નાવલી નદી પણ બે વર્ષમાં સ્વચ્છ થઈ જશે અને તેથી આગળ નદીમાં પાણી પણ વહેતા થશે.

જો કે ત્યારે એમને પણ કદાચ એવી કલ્પના પણ નહીં કરી હોય કે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય તરીકે પોતાને તક મળશે…જો કે હવે તો આપણે સહુ જાણીએ છીએ કે સાંપ્રત સમયમાં મહેશભાઈ કસવાલા જ સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય તરીકે આરૂઢ છે ત્યારે એક વર્ષ તો આ નાવલી સ્વચ્છતા અંગે વીતી ગયું છે જો કે ધારાસભ્યશ્રી એ આ સંદર્ભે પોતાનું હોમવર્ક ખૂબ જોરદાર રીતે કરેલ છે એટલે લોકોને પણ નાવલીની સ્વચ્છતા થશે એવું માની રહ્યા છે. હવે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના એ સ્ટેટમેન્ટ મુજબ એક વર્ષ બાકી છે. સમયની રેત પર સરકતાં સવાલોના ઉત્તર પણ જલ્દી મળે તેવી અપેક્ષા.

Related Posts