સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા શાળાનંબર બે માં શિક્ષણનાં પ્રથમ દિવસે તમામ વિદ્યાર્થીનીઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવી મા સરસ્વતીની આરાધનાનો પ્રારંભ કર્યો
પ્રથમ દિવસે અભ્યાસાર્થે આવેલ તમામ વિદ્યાર્થીનીઓને ઉત્તિર્ણ થવા બદલ શુભકામનાઓ પાઠવી હતી અને ફરી પાછા એ જ જોમ અને જુસ્સો સાથે શિક્ષણના આ મહાયજ્ઞમાં પૂર્ણ ખંતથી લાગી જવા સલાહ પણ આપી હતી. આ તકે શાળાના આચાર્યા ભારતીબેન રાઠોડે પણ તમામ બાલિકોઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એવી સલાહ સાથે પ્રારંભથી જ સતત મહેનત કરવા તૈયાર રહેવાની વાત કરી હતી..સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને આગળ અભ્યાસ માટે શુભેચ્છા પાઠવી હતી. અને ખૂબ પ્રગતિ કરે તેવા શુભાશિષ પણ પાઠવેલા.
Recent Comments