ભાવનગર

આદર્શ ગામ ગઢુલા ગોરધનભાઈ કાકડિયા ની સૌરાષ્ટ્ર પાટીદાર સોશ્યલ ટ્રસ્ટ માં નિયુક્તિ થી ભવ્ય સત્કાર

ભાવનગર જિલ્લા સિહોર તાલુકા ના આદર્શ ગામ ગઢુલા સુરત સ્થિત અગ્રણી સમાજ સેવા ના હિમાયતી સમાજ નો ઉત્કર્ષ એજ આનંદ ને મંત્ર બનાવી સમાજ માટે કાયમ તત્પર ગોરધનભાઈ કાકડિયા ને સામાજિક વધુ એક જવાબદારી મળતા સર્વત્ર ખુશી ની લાગણી વ્યાપી હતી સુરતના પાટીદારો એક અદા ઉમદા અગ્રણી ની નિમણૂક થતા યુવાનો માં અદમ્ય ઉસ્તાહ શિહોર તાલુકા પટેલ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી સમાજ ના વિકાસ માં અદમ્ય પ્રદાન આપી પાયા ના કાર્યકર મિતભાષી મિલનસાર સ્વભાવ થી દરેક વ્યક્તિ ઉપર અમીટ છાપ છોડતા નાના માં નાની વ્યક્તિ ને સહેલાઈ થી સાંભળી સંતોષ જનક કામગીર માટે જાણીતા ગોરધનભાઈ એચ.કાકડિયા ગઢુલા ની નિમણુંક શ્રી સૌરાષ્ટ્ર પાટીદાર સોશ્યલ ટ્રસ્ટ – સુરતમાં ટ્રસ્ટી તરીકે નિમણુંક થઇ છે ગોરધનભાઈ કાકડિયા પાટીદાર સમાજનાં નાના – મધ્યમ વર્ગના લોકો માટે અડધી રાતનો હોંકારો છે. સમાજના સમુદાયને હવે ગોરધનભાઈ કાકડિયાનો લાભ મળશે. યાદ રહે કે ટ્રસ્ટી બનવા માટે 1100000/ (અગિયાર લાખ) ડોનેશન આપીને તેઓ ટ્રસ્ટી તરીકે જોડાયા છે. સંસ્થાના પ્રમુખ ઝીણાભાઈ ખેની , સમાજ અગ્રણી વલ્લભભાઈ સવાણી (પૂજ્ય બાપુજી) જીવરાજદાદા ધારુકાવાળા તથા વી.કે. રવાણી (લોઇચડા ) ભરતભાઈ ડાયાણી મૂળજીભાઈ ધામેલીયાએ ગોરધનભાઈ કાકડિયાને અભિનંદન આપ્યા હતાં આ નિમણૂક ને ઠેર ઠેર થી આવકાર સાથે શુભેચ્છા મળી રહી છે સમાજ નો ઉત્કર્ષ એજ આનંદ સાથે કામ કરતા અગ્રણી ની પદ ઉન્નતી થી સમગ્ર પંથક માં ખુશી વ્યાપી હતી

Related Posts