સિંગતેલના ડબ્બા પર ૨૦ રૂપિયાનો વધારા સાથે રૂા. ૨૫૯૫એ પહોંચ્યો
તા.૭ ઓગષ્ટે રૂ.૨૪૪૦-૨૪૯૦ના ભાવે સિંગતેલ અને કપાસિયા તેથી મોંઘુ રૂ.૨૪૫૦-૨૫૦૦એ પહોંચ્યું હતું તો તા.૧૦ ઓગષ્ટે બન્ને તેલના ભાવ રૂ.૨૪૫૦-૨૫૦૦ સરખા થઈ ગયા હતા. પરંતુ, પછી સિંગતેલમાં ક્રમશઃ વધારો થવા લાગ્યો છે જ્યારે કપાસિયામાં આંશિક ઘટાડો થવા લાગ્યો છે અને આજે સિંગતેલ ફરી કપાસિયા તેલ કરતા ડબ્બે રૂ.૯૦ વધી ગયું છે. આજે કપાસિયામાં ડબ્બે રૂ.૧૦નો ઘટાડો થતા ભાવ રૂ.૨૪૫૫-૨૫૦૫એ પહોંચ્યા હતા તો પામોલીન તેલમાં પણ રૂ.૧૦ના ઘટાડા સાથે ભાવ રૂ.૨૦૦૫-૨૦૧૦ થયા છે. ફરસાણના વેપારીઓ હવે પામ તેલ તરફ વળી રહ્યા છે. પચીસેક દિવસ પહેલા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખા થઈ જતા લોકોએ અને હોટલ-રેસ્ટોરાંએ પણ સિંગતેલનો વપરાશ વધારી દેતા આ તકનો ગેરલાભ ઉઠાવવા નફાખોરોએ સિંગતેલના ભાવમાં એકધારો વધારો જારી રાખ્યો છે. આજે ૧૫ કિલો સિંગતેલ નવા ટીનના ભાવમાં રૂ.૨૦ના વધારા સાથે રૂ.૨૫૪૫-૨૫૯૫એ એટલે કે રૂ.૨૬૦૦ નજીક ભાવ પહોંચી ગયા હતા તો બીજી તરફ કપાસિયા તેલ અને પામોલીન તેલના ભાવમાં આજે પણ ઘટાડાનું વલણ રહ્યું હતું.
Recent Comments