રાષ્ટ્રીય

૮ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતી અરજી પર સુપ્રીમ કોર્ટે ૧૩ ઓક્ટોબરે સુનાવણી કરશેસુપ્રીમકોર્ટે ૮ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતી NCP નેતાની અરજી પર સ્પીકરને નોટિસ મોકલી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (દ્ગઝ્રઁ) પર અજિત પવારનો દાવો અને ચૂંટણી પંચમાં સુનાવણી વચ્ચેનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દ્ગઝ્રઁ સુપ્રીમો જૂથના નેતા અને મહારાષ્ટ્ર દ્ગઝ્રઁના વડા જયંત પાટીલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે અજિત પવાર સહિત પાર્ટીના આઠ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના ર્નિણયમાં વિલંબનો ઉલ્લેખ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પાટીલની યાચિકા પર સુનાવણી બાદ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને નોટિસ ઈશ્યુ કરી છે. સુપ્રીમ કોર્ટમાં હવે આ મુદ્દે ૧૩ ઓક્ટોબરે સુનાવણી થશે આ સ્થિતિમાં દ્ગઝ્રઁનો અસલી બોસ કોણ છે?

અજીત પવાર સહિત ૮ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં વિલંબનો મુ્‌દો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (દ્ગઝ્રઁ) મહારાષ્ટ્રના પ્રમુખ જયંત પાટીલની અરજીને એકનાથ શિંદે સહિત શિવસેનાના ૩૮ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસ સાથે ટેગ કરી છે. ૧૮ સપ્ટેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે પાર્ટી વ્હીપનો ભંગ કરવા બદલ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ૩૮ અન્ય ધારાસભ્યો વિરુદ્ધ એક વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ ગેરલાયકાતની અરજીઓ પર ર્નિણય લેવામાં મહારાષ્ટ્રના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના વિલંબ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેમાં કોર્ટે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને પાર્ટી વ્હીપના ઉલ્લંઘનની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એક અઠવાડિયામાં પ્રક્રિયા કરો. સુપ્રીમ કોર્ટે દ્ગઝ્રઁના કેસને સાથે રાખવાનો ર્નિણય કર્યો છે. અજિત પવાર ૨ જુલાઈના રોજ દ્ગઝ્રઁ છોડીને મહાયુતિ સરકારમાં જાેડાયા પછી, શરદ પવાર વતી તેમના સિવાયના આઠ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે પત્ર લખવામાં આવ્યો હતો.

Related Posts