વડીયા તાલુકાના ભુખલી સાંથળી ગામે બેકારી અને આર્થિક તંગીના કારણે યુવાને ગળાફાંસાે ખાધો
કાેરાેના કાળમા અનેક લાેકાેના ધંધા બેસી ગયા છે. રાેજગારી મળતી નથી. વડીયાના ભુખલી સાંથળી ગામના 20 વર્ષીય યુવાન પર આખા ઘરની જવાબદારી હતી અને તેને પણ રાેજગારી મળતી ન હતી. જેના કારણે આજે ઘરના છતની હુકમા ચુંદડી બાંધી ગળાફાંસાે ખાઇ લીધાે હતાે. બેકારી અને આર્થિક તંગીના કારણે યુવાને ગળાફાંસાે ખાધાની આ ઘટના વડીયા તાલુકાના ભુખલી સાંથળી ગામે બની હતી. પાેલીસ સુત્રાેમાથી જાણવા મળતી વિગત મુજબ અહીના 20 વર્ષીય યુવાન પ્રદિપ જયંતીભાઇ જાદવે પાેતાના ઘરે ગળાફાંસાે ખાઇ લીધાે હતાે. આ યુવાને છતની હુક સાથે ચુંદડી બાંધી પાેતાનુ જીવન ટુંકાવ્યું હતુ.
પાેલીસની પ્રાથમિક પુછપરછમા તેના કુટુંબી ગાેવાભાઇ ભીમાભાઇ જાદવે જણાવ્યું હતુ કે મૃતક પ્રદિપ ઘરનાે માેટાે દીકરાે હતાે. તેના બાપુજી બંને પગે અપંગ છે અને કમાણીની સમગ્ર જવાબદારી પ્રદિપ પર હતી. પરંતુ લાેકડાઉનના સમયથી જ તેનાે ધંધાે બરાબર ચાલતેા ન હતેા. રાેજગારી મળતી ન હાેય અને આર્થિક ખેંચ અનુભવાતી હાેય હતાશામા તેણે અા પગલુ ભર્યુ હતુ. મૃતક પ્રદિપ જાદવની લાશને પાેસ્ટમાેર્ટમ માટે વડીયાના સરકારી દવાખાને ખસેડવામા અાવી હતી. અમરેલી પંથકમા વેપાર ધંધાની મંદીના કારણે મેાટી સંખ્યામા યુવા વર્ગ બેકાર છે. અને હતાશામા આ પ્રકારના પગલાની ઘટના વધી રહી છે.
Recent Comments