fbpx
ગુજરાત

સુરતમાં મેન્યુફેક્ચર જ નહીં કરેલા વાહન પર યસ બેંકમાંથી કરોડોની લોનનું કૌભાંડ ઝડપાયું

સુરતના સહારા દરવાજા ખાતે આવેલી યસ બેંક સાથે વાહન લોનના નામે કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ૨૦ જણાની ઠગબાજ ટોળકીએ અશોક લેલન અને ટાટા કંપની દ્વારા મેન્યુફેક્ચર જ કરવામાં ન આવેલા વાહનોને હયાત બતાવી તેના બોગસ દસ્તાવેજા અને વીમા પોલિસી બનાવી જુદી જુદી ૫૩ લોન મંજુર કરાવી કુલ રૂપિયા ૮.૬૪ કરોડ ઉસેટી લીધા હતા. શરુઆતમાં નિયમિત હપ્તા ભરપાઈ કર્યા બાદ બાકીના હપ્તા પેટેના રૂપિયા ૫.૨૫ કરોડ નહી ભરપાઈ કરી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે બેંક મેનેજર દ્વારા ફરીયાદ કરવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચે ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

અશોક લેલન અને ટાટા કંપની પાસેથી ખાત્રી કરાવતા લેલન કંપનીની ૪૮માંથી ૨ ગાડીઓ તેમના દ્વારા મેન્યુફેક્ચર થઈ છે. ટાટા કંપની ૫ ગાડીમાંથી એક પણ ગાડી મેન્યુફેક્ચર થઈ નથી. આરોપીઓએ અશોક લેલન અને ટાટા કંપનીમાંથી મેન્યુફેક્ચર જ કરવામાં આવેલ નથી તેવા વાહનોને હયાત બતાવી હતી. હયાતી વગરના વાહનોના બોગસ અને બનાવટી દસ્તાવેજા તેમજ ખોટી વીમા પોલિસીઓ બનાવી જે દસ્તાવેજા બેંકમાં રજુ કરી જુદી જુદી ૫૩ જેટલી લોનો ઉપર કુલ રૂપિયા ૮.૬૪ કરોડની લોન મેળવી હતી. લોન અવેજ પૈકી રૂપિયા ૫.૨૫ કરોડ બેંકમાં ભરપાઈ નહી કરી વિશ્વાસધાત અને છેતરપિંડી કરી હતી. સુમિત ભોસલેની ફરિયાદ લઈ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કોની કોની સામે ગુનો દાખલ થયોઃ-

કપિલ પરષોત્તમ કોઠીયા (રહે, સોના એપાર્ટમેન્ટ મોટા વરાછા)
ઈર્શાદ કાળુ પઠાણ (રહે, રહેમત નગર વાલક કામરેજ)
સલમા ઈર્શાદ પઠાણ (રહે, રહેમત નગર વાલક)
રાજેશ એમ.સોજીત્રા (રહે, અવધ રેસીડેન્સી શ્યામધામ સર્કલ)
આશીષ. બી.કાકડીયા (રહે,ઋષિકેશ એપાર્ટમેન્ટ વ્રજચોક)
અખિલ વિનુ ધિનૈયા (રહે, ગાર્ડન વેલી એપાર્ટમેન્ટ મોટા વરાછા)
વિજય એમ.ધોડિયા (રહે, વેરોના રેસીડેન્સી સરથાણા જકાતનાકા)
જીવન લાલ રાજગોર (રહે, પશુપતિનાથ નગર દાહોદ)
શૈલેષ જાદવાણી (રહે, સ્નેહમિલન સોસાયટી વરાછા)
બુધા બાલા મેધા (રહે,જયરણછોડ નગર સરથાણા)
ઈમરાન કાળુ પઠાણ (રહે,રહેમતનગર વાલક)
ભાવેશ કાળુ ગજેરા(રહે, કાવેરી હેબિટેડ સરથાણા)
અશ્વિન એમ.કટારીયા (રહે, શિવપાર્ક સોસાયટી ગોડાદરા)
જગદીશ ગોંડલીયા (રહે, વ્રજચોક સરથાણા જકાતનાકા)
સંજય સટોડીયા (રહે, શાલીગ્રામ સ્ટેપ્સ ઉત્રાણ)
મુકેશ ધીરુ સોજીત્રા (રહે,સીમાડાગામ)
જીગ્નેશ ભીમજી વિરાણી (રહે, શાશ્વત વિલા કામરેજ)
ઘનશ્યામ ચલોડીયા (રહે, સાગર સોસાયટી કાપોદ્રા)
હરેશ લાલજી ધોળકીયા (રહે, અમરેલી)
જીતેન્દ્ર વાધાણી (રહે, શિવમ રો હાઉસ મોટા વરાછા)

Follow Me:

Related Posts