રૂપાણી સરકાર ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ કાયદો લાવવાની તૈયારીમાં
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલોમાં ડોક્ટરોની ભૂલની કારણે દર્દીઓનાં મોતની ઘટનાઓ બનતી રહે છે. તેવામાં હવે રાજ્યની રૂપાણી સરકાર હોસ્પિટલોને લઈ કડક કાયદો સાવવાની તૈયારીમાં છે. સરકાર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો લાવવાની તૈયારીમાં છે. જેનાથી તમામ હોસ્પિટલ અને ક્લિનિક વધુ પારદર્શક બનશે. આ માટે મુખ્યમંત્રી રૂપાણીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
રાજય સરકાર આરોગ્ય ક્ષેત્રનો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો લાવી શકે છે. મુખ્યમંત્રી ની અધ્યક્ષતાએ આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો લાગુ થયાં બાદ ગુજરાતની તમામ હોસ્પિટલો અને ક્લિનિક્સ વધુ પારદર્શક બનશે.
આ કાયદામાં જયાં દર્દીઓને અપાતી ટ્રીટમેન્ટ, દવાઓ તથા અન્ય સગવડોના ચાર્જ સહિતની યાદી પ્રવેશના સ્થળે તમામ લોકોને દેખાય તે રીતે મૂકવાની રહેશે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદાના અમલ બાદ હોસ્પિટલમાં માનવીય ભૂલથી દર્દીનો જીવ જશે તો હોસ્પિટલનું રજિસ્ટ્રેશન રદ સહીત ડૉક્ટરને કડક સજા થઈ શકે તેવી જાેગવાઈ છે.
Recent Comments