fbpx
ગુજરાત

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પેટ્રોલ-ડિઝલના ભાવ મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ

ગાંધીનગર કોંગ્રેસ પક્ષ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો અને ધરણા કર્યા હતા. કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણા, પરંતુ ધારણામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ભૂલાયું હતું. મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે અબ કી બાર પેટ્રોલ ૧૦૦ કે પારના નારા લગાવ્યા હતા. આ ધરણા લાબો સમય ચાલે એ પહેલા જ એકથી દોઢ કલાકમાં પોલીસે કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી હતી.

પેટ્રોલ-ડીઝલના કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગાંધીનગરના ધારાસભ્ય સી.જે.ચાવડા સહિતના કોંગ્રેસી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મામલે અબ કી બાર ૧૦૦ કે પાર અને હાય હાય મોંઘવારીના નારા લગાવ્યા હતા. એક પછી એક કોંગ્રેસી નેતાઓ આવતા અને સૂત્રોચાર કરતા મામલો ઉગ્ર બનતા પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.


આ દેશની જનતા પાસેથી વોટ લીધા અને સત્તા પર બેઠા છે. ચારે તરફ કોરોનાની મહામારી છે, ત્યારે પ્રજાની મદદ કરવાની હોય, તેની જગ્યાએ મોંઘવારી વધારવામાં આવી રહી છે. લોકોને આ સમયે ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે, ત્યારે સરકાર તેમના કાર્યક્રમોમાં અને પ્રોજેક્ટમાં પૈસા ખર્ચી રહી છે. લોકોમાં તેને લઈને ઘણો આક્રોશ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા જુદા-જુદા જિલ્લામાં જઇ સ્થાનિક લોકોને મળી વાચા આપવાનું કામ કરે છે.

Follow Me:

Related Posts