અમરેલી

સાવરકુંડલા તાલુકાના ખેડૂતો માટે વિકાસની નવી ભેટ, સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ જળશક્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો

સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના વિકાસ અને જળસંરક્ષણને વધુ મજબૂત બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલા તાલુકાના વંડા ગામે ઉતાવળી નદી ઉપર ચેકડેમ નં. ૧ અને ચેકડેમ નં. ૨ના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. ચેકડેમ નં. ૧ માટે રૂ. ૩૩.૦૧ લાખ તથા ચેકડેમ નં. ૨ માટે રૂ. ૫૮.૨૦ લાખ, એમ બંને ચેકડેમ માટે કુલ રૂ. ૯૧.૨૧ લાખ તેમજ સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામે જામવાળી નદી ઉપર ચેકડેમના બાંધકામ માટે રૂ. ૯૬.૨૪ લાખની મંજૂરી આપવામાં આવી છે

સાવરકુંડલા તાલુકાના વંડા ગામે ઉતાવળી નદી ઉપર ચેકડેમ નં. ૧ અને ચેકડેમ નં. ૨ના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. ચેકડેમ નં. ૧ માટે રૂ. ૩૩.૦૧ લાખ તથા ચેકડેમ નં. ૨ માટે રૂ. ૫૮.૨૦ લાખ, એમ બંને ચેકડેમ માટે કુલ રૂ. ૯૧.૨૧ લાખની મંજૂરી આપવામાં આવી છે.

ઉતાવળી નદી ઉપર આ બંને ચેકડેમનું બાંધકામ પૂર્ણ થયા બાદ વરસાદી પાણીના સંગ્રહમાં વધારો થશે. જેના કારણે વંડા તથા ફાચરીયા ગામના ખેડૂતોને ખેતી માટે પાણીની ઉપલબ્ધતામાં લાભ મળી શકશે. ચેકડેમમાં પાણીનો સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારમાં ભૂગર્ભજળના સ્તરને પણ ફાયદો થવાની સંભાવના છે.

વંડા ગામે ઉતાવળી નદી ઉપરના બે ચેકડેમ માટે મંજૂર થયેલી રૂ. ૯૧.૨૧ લાખ તથા ઘાંડલા ગામે જામવાળી નદી ઉપરના ચેકડેમ માટે મંજૂર થયેલી રૂ. ૯૬.૨૪ લાખની રકમ મળી કુલ રૂ. ૧.૮૭ કરોડથી વધુની મંજૂરી આપવામાં આવી છે.

સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામે જામવાળી નદી ઉપર ચેકડેમના બાંધકામ માટે રૂ. ૯૬.૨૪ લાખની મંજૂરી આપવામાં આવી છે. આ ચેકડેમના નિર્માણથી ઘાંડલા ગામના ખેડૂતોને ખેતી અને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે.જામવાળી નદી ઉપર ચેકડેમ બનવાથી વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ ખેતી માટે કરી શકાશે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો માટે પાણીની ઉપલબ્ધતા વધારવામાં આ કામગીરી ઉપયોગી બની શકે છે

આ ત્રણેય ચેકડેમના બાંધકામથી પાણી સંગ્રહની ક્ષમતામાં વધારો થવાની સાથે વંડા, ફાચરીયા અને ઘાંડલા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધા મળવાની અપેક્ષા છે. આ કામગીરીથી સ્થાનિક સ્તરે ખેતીને વધુ પાણી આધારિત સુવિધા મળી શકે તેમ છે.
સુવિધા વધારવી મહત્વપૂર્ણ છે. વંડા અને ઘાંડલા ખાતે મંજૂર થયેલા ચેકડેમના બાંધકામથી સ્થાનિક ખેડૂતોને પાણી સંગ્રહ અને સિંચાઈની સુવિધામાં લાભ મળશે. આ મંજૂરી બદલ તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આમ, સાવરકુંડલા તાલુકાના ત્રણ મહત્વપૂર્ણ ચેકડેમના બાંધકામને મળેલી મંજૂરીથી વિસ્તારના ખેડૂતોમાં આશાવાદ વધ્યો છે. ચેકડેમનું બાંધકામ પૂર્ણ થયા બાદ વરસાદી પાણીના સંગ્રહ અને ખેતી માટે પાણીની ઉપલબ્ધતામાં વધારો થવાની અપેક્ષા છે.

સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વંડા અને ઘાંડલા ગામે ચેકડેમના બાંધકામ માટે મંજૂરી મળતાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જળશક્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts