અમરેલી

ધારીના MLAના ફોન નંબર પરથી ગ્રૂપમાં અશ્લીલ ફાેટા મુકાયા, ધારાસભ્ય કહે છે કાેઈકનું કારસ્તાન છે

ધારી બગસરા ચલાલા વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયાના માેબાઇલ નંબર પરથી ધારી તાલુકા ભાજપ નામના સાેશ્યલ મિડીયા ગૃપમા મહિલાઅાેના અશ્લીલ ફાેટાઑ મુકવામા આવતા ભાજપના મહિલા કાર્યકર સહિતના તમામ લાેકાે શરમમા મુકાયા હતા. જાે કે ધારાસભ્યએ પાેતે આવી કાેઇ પાેસ્ટ મુકી નહી હાેવાનુ જણાવી ખુદ સામેથી પાેલીસ તપાસ માંગી છે. ધારી તાલુકા ભાજપ નામના સાેશ્યલ મિડીયા ગૃપમા આ વિસ્તારના ભાજપના કાર્યકરાે, મહિલા આગેવાનાે તથા ધારાસભ્ય સહિતના પક્ષના વડાઑ પણ સામેલ છે.

દરમિયાન ગઇકાલે ધારાસભ્ય જે.વી.કાકડીયાના માેબાઇલ નંબર પરથી સાેશ્યલ મિડીયાના અા ગૃપમા અશ્લીલ ફાેટાઑ મુકવામા આવ્યા હતા. જાેતજાેતામા આ મુદાે ભાજપ વર્તુળમા ચર્ચાનાે વિષય બન્યાે હતાે. આશ્ચર્યની વાત ઑ છે કે ધારાસભ્ય દ્વારા આ ફાેટાઑ બાદમા ડિલીટ પણ કરાયા ન હતા. આ અંગે જે.વી.કાકડીયાએ સિટીવોચ ને જણાવ્યું હતુ કે મારા નંબર પરથી ગૃપમા આ ફાેટા કઇ રીતે આવ્યા તેની મને ખબર નથી. આ કાેઇનુ કારસ્તાન છે.

Related Posts