યુવતીઓની સાથે અશ્લિલ હરકતો કરનાર નરાધમ પોલીસના હાથે ઝડપાયો
જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડામાં આવેલા જાણીતા અવધ યુટોપીયા રેસિડન્સી પ્રોજેક્ટનાં એક કર્મચારીએ યુવતીઓની સાથે અશ્લીલ હરકતો કરી હોવાની ફરિયાદ પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જે બાદ આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ટુકવાડા માં આવેલું આ અવધ યુટોપિયા પ્રોજેક્ટ જિલ્લાનો વૈભવી લાઈફસ્ટાઈલ ધરાવતો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. જેમાં લાખો રૂપિયા ખર્ચીને માલેતુજારોએ બંગલો અને પ્લોટ બૂક કરાવ્યા છે. ત્યારે સુરતથી અવધ યુટોપીયામા એક પરિવાર રોકાવા આવ્યું હતું. આ પરિવારની બે દીકરીઓ અવધ ઉતોપિયાના સ્વિમિંગ પુલ નજીક ફરવા નીકળી હતી. એ વખતે જ અવધ યુટોપીયામાં કામ કરતા પંકજ નામના એક કર્મચારીએ યુવતીઓને જાેઈને તેમની સામે અશ્લિલ હરકતો કરી હતી. વારંવાર યુવતીઓને જાેઈ તેમની સામે અશ્લિલ હરકતો કરતા ડઘાઇ ગયેલી આ બંને યુવતીઓએ તેમના પરિવારજનોને જાણ કરી હતી.
આથી પરિવારજનોએ પણ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ પારડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.આથી વૈભવી લાઈફસ્ટાઈલ ધરાવતા આ પ્રોજેક્ટના કર્મચારી દ્વારા યુવતીઓ સાથે કરવામાં આવેલી અશ્લીલ હરકતો અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આથી પોલીસે પણ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને યુવતીઓ સામે અશ્લિલ હરકતો કરનાર પંકજ નામના કર્મચારીની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે.
Recent Comments