રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં વિવિધ પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લાની વિવિધ શાળાઓમાં અને કોલેજમાં વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધા, ચેસ સ્પર્ધા અને કેરમ સ્પર્ધા યોજવામાં આવી હતી.
વકૃત્વ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓને દેશભક્તિ, રાષ્ટ્રનિર્માણ તથા દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા જેવા વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરવાની તક મળી હતી.
વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો રજૂ કરી વક્તૃત્વ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
તે જ રીતે ચેસ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં એકાગ્રતા, તર્કશક્તિ અને નિર્ણયક્ષમતા વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે કેરમ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખેલદિલી અને સ્પર્ધાત્મક ભાવનાનું પ્રદર્શન કર્યું હતું.
પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે અંતર્ગત યોજાયેલી આ વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ ઉપરાંત સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, બૌદ્ધિક ક્ષમતા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળ્યું હતું. સાથે સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે શાળા પરિસરોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનું વાતાવરણ સર્જાયું હતું.
રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે પ્રતિભા અને ખેલદિલીને પ્રોત્સાહન આપતી આ પ્રવૃત્તિઓ અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહી છે.


















Recent Comments