અમરેલી

શ્રી એચ. એન. વિરાણી હાઇસ્કૂલમાં ‘નારી વંદના ઉત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી: વિવિધ સ્પર્ધાઓ અને માર્ગદર્શન શિબિર યોજાઈ

સાવરકુંડલા તાલુકાના બાઢડા મુકામે આવેલ 

શ્રી એચ. એન. વિરાણી હાઇસ્કૂલ ખાતે ‘નારી વંદના ઉત્સવ’ અંતર્ગત દ્વિ-દિવસીય વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

​તા. ૭ ઓગસ્ટના રોજ ‘મહિલા કલ્યાણ દિવસ’ નિમિત્તે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ હતી, જેમાં શાળાના શિક્ષિકા હેતલબેન રાવલ દ્વારા ધોરણ ૯ થી ૧૨ ની ગર્લ્સ સ્ટુડન્ટ્સને વિવિધ પ્રવૃત્તિઓ અને નારી સશક્તિકરણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ તા. ૮ ઓગસ્ટના રોજ ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થિનીઓને આરોગ્યવિષયક ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

​આ પ્રસંગે વિદ્યાર્થિનીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને વાચા આપવા માટે નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કમલેશભાઈ ભટ્ટી અને હિરેનભાઈ ભડકોલીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

​સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિજેતા વિદ્યાર્થિનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સફળ આયોજન બદલ શાળાના ટ્રસ્ટીશ્રી કાળુભાઈ વિરાણી, આચાર્યશ્રી મધુરભાઈ બગડા તથા સમગ્ર શિક્ષક પરિવાર દ્વારા તમામ વિજેતાઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related Posts