સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને શ્રી એ.કે. ધેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ, સાવરકુંડલા ખાતે પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓમાં દેશભક્તિની ભાવના અને વક્તૃત્વ કૌશલ્ય ખીલે તેવા હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં શાળાની દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ રાષ્ટ્રપ્રેમી વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સ્પર્ધામાં ધોરણ-12ની વિદ્યાર્થીની મકવાણા કિંજલ રમેશભાઈએ “મારો તિરંગો મારું અભિમાન” વિષય પર પ્રભાવશાળી વક્તવ્ય આપી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શાળાના આચાર્યાશ્રી ઉષાબેન બી. તેરૈયાએ વિદ્યાર્થીનીઓને રાષ્ટ્રીય મૂલ્યો અને શિસ્ત અપનાવવા પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર શિક્ષકગણના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને વિજેતા તથા તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


















Recent Comments