fbpx
અમરેલી

ભાજપને લોકોને પડતી મુશ્કેલી દુર કરવાની પડી નથી ને જન આશીર્વાદ યાત્રા કાઢે છે, સખ્ત વિરોધ કરતા અમરેલી જિલ્લા કોંગ્રેસ તાલુકા પ્રમુખ મનીષ ભંડેરી.

તાજેતર માં જ ભાજપપક્ષ દ્રારા સમગ્ર ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી છે, ગુજરાતમાં છેલ્લા રપ વર્ષથી ભાજપનું શાસન છે, અને ભાજપના રાજમાં ગુજરાત રાજયની સ્થિતી દીન પ્રતિદીન કથળતી જાય છે, ગુજરાત રાજયનું દેવું ખુબ જ વધી ગયું છે, ગુજરાત રાજય અને દેશની આર્થિક સ્થિતી નબળી પડી ગઈ છે, લોકોના વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે, ખેડુતોને પાક વીમો હોવા છતાં વીમો મળતો નથી તથા પોષણક્ષમ ભાવ મળતા નથી, યુવાનોને રોજગારી મળતી નથી, શિક્ષણ મોઘુંદાટ બન્યું , પેટ્રોલ–ડીઝલ–ગેસના ભાવ આસમાને પહોચી ગયાછે,

દીનપ્રતિદીન સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં મોઘવારી વધતી જાય છે, વ્યાપાર ધંધા ઠપ્પ થતા જાય છે, તથા બેરોજગારી વધતી જાય છે, જેવી વિકરાળ સમસ્યાઓ હોવા છતાં પણ ભાજપના આગેવાનો કયાં મોઢે જન આશીર્વાદ યાત્રા કાઢે છે, કોરોના કાળમાં લોકોને હોસ્પિટલમાં બેડ મળતા નહોતા, બેડ મળે તો ઓકિસજનના બાટલા મળતા નહોતા, અને જો ઓકિસજનના બાટલા મળી જાય તો
રેમડેસીવેર ઈન્જેકશન મળતા નહોતા, આ ભાજપ સરકાર કોરોના કાળમાં લોકોને મેડીકલ સુવીધા ઉપલબ્ધ કરાવી ન શકી, એ લોકો આજે જન આશીર્વાદ લેવા નીકળ્યા છે ? તેવો વેધક સવાલ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યા છે.

Follow Me:

Related Posts