પાદરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં પાદરા તાલુકાના નરસિંહપુરા ગામે રહેતા રમેશ ગેમલભાઇ પઢિયાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે.ગત તા.૩ જી એ રમેશ પઢિયાર અને તેમના પત્નીને તાવ આવતો હોય પતિ પત્ની બાઇક લઇને પાદરા સરકારી દવાખાને જતા હતા.તેઓ મહુવડ ચોકડી થઇ વડોદરા-જંબુસર રોડ પરથી પાદરા આવતા હતા.તે સમયે અન્ય એક બાઇક ચાલક મહેશ રતનસંગ પરમારે પાછળથી રમેશની બાઇક સાથે પોતાની બાઇક અથાડતા રમેશને માથાના ભાગે ઇજા થતા તે સ્થળ પર જ બેભાન થઇ ગયો હતો.ઇજાગ્રસ્ત રમેશને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન ગત રાતે તેનું મોત થયુ છે.પાદરા જંબુસર રોડ પર બાઇક પર જતા દંપતીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા પતિનું ઘટના સ્થળે મોત થયુ હતું.જ્યારે પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પાદરાના દલાલ ટેકરા પાસે રહેતો અતુલ ભોગીલાલભાઇ મિનરલ વોટરમાં પોતાનો ટેમ્પો ફેરવે છે.ગઇકાલે અતુલ અને તેની પત્ની અનિતા બાઇક લઇને પાદરા જંબુસર રોડ પરથી પસાર થતા હતા.તે દરમિયાન અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા અતુલને માથામાં ગંભીર ઇજા થતા માથુ ફાટી ગયુ હતું.જ્યારે તેની પત્ની અનિતાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
વડોદરાના પાદરા જંબુસર રોડ પર વાહનની અડફેટે બાઇકસવારનું મોત

Recent Comments