રમત ગમત વિભાગ દ્વારા હાલ કોરોનાની મહામારીના વિષમ સંજોગોમાં મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ અંતર્ગત સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડીઓ/વિડીઓ કલીપ રજુ કરી યુવાનોને રમત ગમત પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવનાર છે. જેમાં ૮ થી ૧૩ (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે A4 સાઈઝનાં ડ્રોઈંગ પેપર પર “નવરાત્રી(દશેરા)” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી ઉંમર આધાર પુરાવા(આધાર કાર્ડ/ ચૂટણી કાર્ડ) તેમજ સ્પર્ધકે કૃતિ પાછળ પોતાનું નામ સરનામું, મો.નંબર, ઈ-મેઈલ આઈ.ડી વગેરે જેવી બાબતો ઉલ્લેખ કરવાનો રહેશે. ૧૮/૧૦/૨૦૨૧ બપોરના ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલીને મોકલવાની રહેશે. આ સ્પર્ધામાં અમરેલી જિલ્લામાંથી ત્રણ ચિત્રોની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે. જેમાં ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકી સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂ.૫,૦૦૦/- પ્રોત્સાહક ઇનામ પણ અપાશે. આ સ્પર્ધાની વધારે માહિતી માટે કચેરીના ફોન નંબર ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ પર સંપર્ક કરવો.
૨૭ સપ્ટેમ્બરથી ૧૮ ઓક્ટોબર દરમિયાન જિલ્લાકક્ષાની ચિત્રસ્પર્ધાનું આયોજન

Recent Comments