આઇ.ટી.આઇ. અમરેલી દ્વારા આગામી શૈક્ષણિક સત્ર માટે પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાની તારીખ લંબાવવામાં આવી છે. ગાંધીનગરના રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી હેઠળ સંચાલિત અમરેલી જિલ્લાની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) માં હવે પ્રથમ રાઉન્ડ માટે પ્રવેશ પ્રક્રિયા અને ઓનલાઇન અરજી તા. ૧૮-૦૭-૨૦૨૬ સુધી શરૂ રહેશે. અમરેલીની જાહેર જનતા અને રસ ધરાવતા વિદ્યાર્થીઓ કચેરીના સમય દરમિયાન રૂબરૂ સંસ્થાનો સંપર્ક કરીને પોતાનું ઓનલાઇન ફોર્મ ભરી શકે છે તેમજ જરૂરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન (દસ્તાવેજ ચકાસણી) કરાવી શકે છે, તેમ આઈ.ટી.આઈ અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આઇ.ટી.આઇમાં પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા : તા. ૧૮ જુલાઈ સુધીમાં અરજી કરવી
















Recent Comments