અમરેલી

આઈ.ટી.આઈ અમરેલી ખાતે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા. ૧૭ જુલાઈએ રોજગાર ભરતીમેળો યોજાશે

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની જિલ્લા રોજગાર વિનિમય કચેરી-અમરેલી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)-અમરેલીના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલના માધ્યમથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો આગામી તા. ૧૭/૦૭/૨૦૨૬ (શુક્રવાર)ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ., લાઠી રોડ, અમરેલી ખાતે યોજાશે. આ મેળામાં શીતલ કૂલ પ્રોડક્ટ્સ લિમિટેડ (અમરેલી), ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લી. (સાવરકુંડલા) અને HDFC Life ઈન્સ્યોરન્સ (અમરેલી) જેવી જાણીતી કંપનીઓ ભાગ લઈને વિવિધ જગ્યાઓ પર લાયક ઉમેદવારોની સીધી પસંદગી કરશે.

આ ભરતીમેળામાં ધોરણ-૧૦ પાસથી લઈને સ્નાતક (Graduate) અને અનુસ્નાતક (Post Graduate) સુધીની લાયકાત ધરાવતા તમામ સ્ત્રી અને પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકે છે. રસ ધરાવતા ઉમેદવારોએ ભરતીમેળાના સ્થળે પોતાના મૂળ શૈક્ષણિક પ્રમાણપત્રો, આધારકાર્ડ અને બાયોડેટા (Resume) જેવા જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે. ખાસ નોંધનીય છે કે, ભરતીમેળામાં ભાગ લેતા પહેલા ઉમેદવારોએ ફરજીયાતપણે અનુબંધમ પોર્ટલ પર જઈને પોતાની ઓનલાઈન નોંધણી (Registration) કરાવી લેવી. આ ભરતીમેળા અંગે વધુ વિગતો કે સહાય માટે ઉમેદવારો જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ફોન નંબર 02792-223394 પર સંપર્ક કરી શકે છે તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts