અમરેલી

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ પ્રમાણપત્રો મેળવવા અપીલ

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આવતીકાલે તા. ૦૩/૧૧/૨૦૨૧ સુધીમાં જાતિ/નોનક્રિમીલીયરના પ્રમાણપત્રો મેળવવા માટેની પ્રક્રિયા પુર્ણ કરી લેવા લાઠી મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે. આગામી તા.૦૪/૧૧/૨૦૨૧ થી તા.૦૭/૧૧/૨૦૨૧ સુધી દિવાળીની જાહેર રજાઓ આવતી હોવાથી કોઈ વિદ્યાર્થી પરીક્ષાના ફોર્મ ભરવામાં વંચિત ન રહી જાય તે માટે સત્વરે તા.૦૩/૧૧/૨૦૨૧ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ રજુ કરી પ્રમાણપત્રો મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.

Related Posts