આપણી વ્યવસ્થા બેનમુન છે તેમાં ના નહી. કોઈને કોઈ યોજનાની પાછળ ખુબજ દુરદેશી પુર્વકનો નિર્ણય લેવાયો હોય છે. લોકોને સ્પર્શી જાય તેવી બેનમુન વ્યવસ્થા પછી વાસ્તવમાં તેવુ કાંઈ અમલ કરવાનુખરૂ? આપણી વ્યવસ્થા માટે બેઠેલી સરકારો બજેટમાં અબજો કરોડોની બજેટ જોગવાઈ કરે સારા રોડ રસ્તા અને પરિવહન માટે આયોજન કરે. સારા આરોગ્ય ધામો વિકસાવે, પુરતા પ્રમાણમાં તેના સંચાલન માટેની નિમણુંકો અને મહેકમ મંજુરો કરે પછી વ્યવસ્થા અંગે વાહ વાહ મેળવે અંતે તો વટાણા માટે વંઠી જનારી વ્યવસ્થા સાબિત થાય છે.
આપણે ભારતીયો એટલે પ્રત્યેક ૧૦૦ માંથી ૯૯ પ્રમાણિકતા થી બેઇમાન, ૮૮ સદાકાળ છટકેલી કમાન, ૭૭ અસ્ત વ્યસ્ત, સુસ્ત-સુમસામ, ૬૬ કરે રાખ્યે વચનોની લહાણ, ૫૫ જેનુંજે થાવું હોય તે થાય, આપણે તો મસ્ત ગુલતાન, ૪૪ ચાડી—ચુગલીની વાતો જાણે કબાડીની દુકાન, ૩૩ હિંમતના અભાવે ગુણવાન અને પુણ્યવાન, રર ધન્ય ધન્ય જનનીના સંતાન એવા ધનવાન, ૧૧ આધે કચ્ચે આધે પકકે, ખર્ચિલે-કુર્તિલે જવાન જે કાંઈ પ્રતિભા સંપન્ન છે તે સમાજ નું સ્તર નેતાઓ હથેળીમાં ચાંદ બતાવી કરે લ્હાણી વચનોની.
મહાસતા બનવાની તૈયારી કરનાર ભારત દેશ કેટકેટલી અવ્યવસ્થા ઓમાં અટવાયેલ છે. કેટલી અંધશ્રધ્ધાઓ અને ગેરમાન્યતાઓ ૨૧ મી સદીમાં પણ ધાર્મિક લાગણી ઓમાં આવી જઈ આંધળી દોટ મુકતા લોકો અનેક પ્રકારની અફવા ઓનો ભોગ બને. સંપુર્ણ વિવેકબુધ્ધિ ખોઈ આંધળુ અનુકરણ કરે તે કેટલું વ્યાજબી ? ગમે તેટલી કડક આચાર સહિતા પણ કારગત નીવડે ખરી ? ધર્મના નામે આચરવામાં આવતી જીવ હિંસા કે પશુ બલિ કરીએ અને નામ આપીએ ધાર્મિક વિધી.
પશુ સંરક્ષણ અધિનિયમ કારગત નીવડી શકે ખરો ? પવિત્ર નદીઓને પુજી અનેક પ્રકારના દ્રવ્યો નદીમાં વિસર્જીત કરી ગંદી કરી દઈના પછી બેકટરીયા યુક્ત પાણી લોટીમાં ભરી પાછા લોટી ઉત્સવો મનાવીએ. તેમાં વિવેકબુધ્ધિ કેટલી ? નદી વિશ્વના અન્ય દેશોમાં પણ છે. મીનરલ વોટર, શુધ્ધ પાણી જનજન સુધી પહોંચે તેવા આયોજનો આપણે ના કરી શકીએ?
લોકશાહી તંત્રમાં સારી સુવ્યવસ્થા માટે અનેક કાયદાઓ, આદર્શ આચાર સહિતાઓ ખુબજ જરૂરી છે. તેમ અનુશાસન માં માનવું પણ ખુબજ જરૂરી છે. આપણા દેશમાં અનેક કાયદા ઓનો બે રીતે ઉપયોગ થાય છે. કાયદો અમુક જગ્યાએ તલવાર તો અમુક જગ્યાએ ઢાલ તરીકે ઉપયોગ થાય છે.
વાસ્તવમાં કાયદો તલવાર નહી પણ ઢાલ બને તે માટે દરેક નાગરિકે પણ અનુશાસન પ્રમાણે વર્તે તે જરૂરી છે કે નહી ? કાયદા ઓમાં પણ ફાયદા જોવાની દ્રષ્ટિ છે ત્યાં ગમે તેવો કાયદો પણ કારગત નિવડે ખરો ?
જયાં કાયદા ધડાય છે તે સંસદની સર્વોપરીતા ધારાગૃહોમાં કાયદા બને પછી ન્યાયપાલિકાઓ ન્યાય તોળે પણ જે ધારાગૃહોમાં કાયદા બને પછી ન્યાયપાલિકાઓ ન્યાય તોળે પણ જે ધારાગૃહમાં કે સંસદમાં કાયદા ઘડાય છે તે સરકારે કાયદો બનાવ્યા પછી સમીક્ષા કરે છે ખરી ? જે તે તંત્રના સંચાલન માં આવતા કાયદા ઓના કયાં કેટલા ફાયદા કરાવે છે, કેટલા દુરઉપયોગ થાય છે તેની સમીક્ષા કે યોગ્ય રૂપમાં કાયદાઓનું પાલન કરાય છે ખરું ?
ક્યાંક અયોગ્ય બનાવ કે ઘટના-દૂર્ઘટના ઘટે ત્યારે પૂખ્ત વિચારણાના અંતે બંધારણનો દોષ કાઢી દોષારોપણ કરી દેવાય છે કે, બંધારણ સુધારવું પડે તેમ છે, દોષ બંધારણનો નથી પણ અમલવારીઓનો છે. અમલથી જ અધકચરી રીતે અલ્પજ્ઞાનથી કાર્યવાહી કરી દેવાથી સમસ્યાઓ ઘટવાને બદલે વધી રહી છે. સુશાસન માટે કડકમાં કડક કાયદાની નહી પણ સુવ્યવસ્થા માટે ઉચી અંતરશુધ્ધી વાળું વ્યવસ્થાતંત્ર જરૂરી હોય છે.
કડક કાયદા તો પાડોશી રાષ્ટ્રોમાં છે, તેથી શું ફેર પડયો? શું આંતકવાદ નથી ? શું ખુન ખરાબા કે સ્ત્રી અત્યાચારના ગુના નથી બનતા ? શું સલામતી છે પાડોશી રાષ્ટ્રમાં ? કાયદો કડક હોવા કરતા પણ કાયદો હોવાનો અહેસાસ હોવો જરૂરી હોય છે. ટનિટર ઓફ પ્રેગ્નેન્ટ એકટ છે જ, ભૃણહત્યા બંધ થઈ ? ભ્રુણ હત્યા બંધ થઈ ભ્રુણ પરિષણ ની જાતિ નથી જણાતી?
બોમ્બે પ્રોહીબિશન એકટ અમલમાં છે કે કેમ ? દારૂ ગાળવાનો બંધ થયો ? પ્રિવેન્શન ઓફ ફૂડ એકટ છે જ, ભેળસેળ બંધ થઈ ? ભારતના છ લાખ ગામડાઓ સહિત પુરા રાષ્ટ્રએ ૨૬ નવેમ્બર ૧૯૪૯માં સવિધાન સ્વીકારી તેના કેટલા વર્ષો થવાં છતાં કયાં ક્ષેત્રે સમાનતા છે ? સર્વત્ર ભ્રષ્ટાચાર, લાગવગ, સગાવાદ, પક્ષપ્રેરીત ખુશામતો સિવાય શું છે?
સાર્વજનિક ક્ષેત્રે જાહેર જીવનની પડતી, નૈતિક મૂલ્યોનું સ્તર કયાં જઈ રહયું છે ? સુશાસન માટે સમાનતા, સદભાવના ઉપવાસો થી નથી આવતી, એતો અંતર-આત્માથી પ્રગટે ત્યારે સુશાસન કહેવાય.
૬ થી ૧૪ વર્ષના બાળકને ફરજીયાત મફત શિક્ષણની યોજના કારગત નિવડી ખરી? આ માટે કેળવણી અને સાક્ષરતા નું સ્તર સુધારવા માટે યોજના બનાવવાથી શું ફેર પડે? એસ.એસ.એ. (સર્વ શિક્ષા યોજના) અંતર્ગત કે કન્યા કેળવણીને લક્ષમાં રાખી સરકાર તરફથી પાઠય પુસ્તક વિનામૂલ્યે દેવાનું અમલી બનાવ્યું તો પાઠય પુસ્તક ટન મોઢે પસ્તીમાં મળ્યા ! શાસન વ્યવસ્થા માટે કાયદો ત્યારે જ કારગત નિવડે જયારે ઉંચી અંતરશુધ્ધિવાળું તંત્ર પ્રમાણિક પણે અમલ કરે. વર્તમાન સરકારમાં અનેક કાયદાઓ અને આદર્શ આચારસહિતા ઓ છે તેની અમલવારી કેટલી?
આપણી આસપાસ અસંખ્ય બાળમજુરો મજુરી કરે છે. અનેક પ્રકારની અસ્પૃશ્યતા આપણે જાહેર જીવન માં ઓછી કરી શકીએ પણ અંગત જીવનમાં કરી શકીએ છીએ ખરા? મહાસતા બનવા તરફ પ્રયાણ કરતા આપણા દેશમાં વાસ્તવિક રાષ્ટ્રભાવના કેટલી ? શું આપણે જાહેરમાં ગોબારાઈ કરતા સ્વયં શિસ્તમાં રહેશું ? ડેમેજડ ટુ પબ્લિક પ્રાપર્ટી જાહેર મિલ્કતની જાળવણી માટે આપણે કેટલી શિસ્ત પાળી એ છીએ.
જાહેર શૌચાલયોમાં અભદ્ર લખાણ અને ચિત્રો અનેક પ્રકારના ચુંટણી પ્રચારો માટે આપણે સ્વયં કેટલા શિસ્ત પાળીએ છીએ ? એસ.ટી. કે રેલ્વે સંપુર્ણ સ્વચ્છ રાખવા દરકાર લઈએ છીએ ? જાહેર મિલ્કતોમાં કયારેય રાષ્ટ્રભાવના હોય તેવા ચિન્હો આપણી જાહેર મિલ્કતોમાં દેખાય છે? જે તે વ્યવસ્થાતંત્રને પોતાના કામ પ્રત્યેફરજ પ્રત્યે પતિબધ્ધતા કેટલી ? સરકારી કચેરીના કાર્ય દરમિયાન સમયસર અવર જવર, રજાબંધી કે ફરજ પ્રત્યેની વચનબધ્ધતા, વ્યવહાર વર્તન વચ્ચે કેવડી મોટી અંતરાય ભેદની દિવાલ છે? મહાસતા જે દેશ ભોગવે છે તે દેશની પ્રજા રાષ્ટ્ર કેટલી વફાદાર, કાયદાનું કેવું ચુસ્ત પાલન ગૌરવ અને કેટલી સ્વયંશિસ્ત પાળે છે ત્યારે શ્રેષ્ઠ.
પ્રજા તરીકે વિશ્વના જમાદાર તરીકે પંકાયેલી છે. અને આપણે સા મે સે એંસી બેઈમાન ફીર ભી મેરા દેશ મહાન. મહાન બનવા માટે અનેક આદર્શ આચાર સહિતાઓ અને અનુશાસનો ની શુભ શરૂઆત પછી આપણે શ્રેષ્ઠ છીએ તેવું વિશ્વમાં પુરવાર થાય ત્યારે શક્ય થાય.આપણ ને વિદેશમાં ઘણી વખત પ્રવેશબંધી પણ આપવામાં આવે છે. શું કામ ? શિસ્ત અને સલામતીના ધોરણોમાં આપણે આપણું જ વિચારીએ છીએ. અને પાછા કહીએ કે અમે મહાન: આપણે પરિવહન વ્યવસયાના વાહનોમાં બેફામ ગોબરાઈ કરીએ. એસ.ટી. ની સીટો તોડી નાખીએ એટલે મહાન ? સરકારી કચેરીઓને, દાદર, બાલ્કનીઓને પાનની પીચકારીથી ભરી મુકીએ એટલે મહાન ? ખોટા આધાર અરજ અહેવાલો આધારે ભ્રષ્ટાચાર કરીએ એટલે મહાન? સરકારી મિલ્કતોનો ખો બોલાવી, બસ સ્ટેન્ડના બાંકડા તોડી નાખીએ, સ્કૂલો કચેરીઓને શૌચાલય તરીકે ગમે ત્યા મળ ત્યાગ કરીએ એટલે મહાન? આદર્શ આચારસહિતાઓ ઉલાળીયોઓ કરીએ, કાયદાની અવજ્ઞા કરીએ, ટ્રાફિક નિયમનનો ઉલાળીયો કરીએ. રાષ્ટ્ર ભાવના વિહોણા સંકુચિત સ્વભાવો બાબતે બેજવાબદાર છીએ એટલે મહાન ? કેવી રીતે મહાન ?


















Recent Comments