અમરેલી

શ્રાવણે શિવ દર્શનમ કચ્છ મા બિરાજતા શ્રી કોટેશ્વર મહાદેવ તીર્થ ક્ષેત્ર મહિમા શ્રી કોટેશ્વર નાં મહંત “પીર” નું બિરૂદ ભોગવે છે આ પંથકમાં પીરોની મહત્તા મોટી છે

કચ્છ જેનાં ભાતીગળ ભૂતકાળની ભવ્યતાનું વર્ણન અતીતની અખાણી આલેખી ગયેલા ચીની મુસાફર હ્યુ અને-ત્સંગે ઈસુનાં સાતમાં સૈકામાં કર્યુ છે. એ પુરાણોકત ધામ કોટેશ્વર પાંચ માઈલનાં ઘેરાવામાં પથરાયેલું હતું, સિંધુ નદી અને અરબ સમુદ્ર વચ્ચે આવેલા આ કોટેશ્વર કચ્છનાં બંદરોનાં ઈતિહાસમાં સૌથી જુનું બંદર હતું. પુરાણ ધામ આ કોટેશ્વરની કૃપા અને કથા એવી છે કે, દશાનન રાવણે કૈલાસમાં તપ આદરીને કૈલારાપતિને પ્રસન્ન કર્યા. કૈલાસપતિએ રાવણને વરદાન માંગવાનું કહ્યું ત્યારે રાવણે માંગ્યું કે, ” સદા શિવભકિત કરતો રહું ” શિવે પ્રસન્ન થઈ પોતની આધ્યાત્મિક શક્તિથી પ્રતિષ્ઠા કરેલું લિંગ તેને આપ્યું. આવી સબળ શંકર શકિત મેળવીને રાવણ અજર અમર બની જશે એવી ભીતીથી દેવોએ એ લિંગ રાવણ પાસેથી પડાવી લેવાનું કપટ કર્યું. બ્રહ્માજીએ ગાયનું રૂપ ધરીને એ કીચડવાળા ખાડામાં પડયા અને દેવો તપસ્વીના રૂપમાં ગાયને કાઢવા માટે મથામણ કરવા લાગ્યા. એ સમયે રાવણ તેને મળેલ અમોલ શિવલિંગ લઈને ત્યાંથી આકાશ માર્ગે નીકળ્યો. તેણે આ દૃશ્ય જોયું દેવોએ તેની મદદ માંગી એક હાથમાં શિવલિંગ પકડી રાખીને બીજા હાથે કિચડમાં ડુબેલી ગાયને બહાર કાઢવાના તેના પ્રયત્નો નાકામિયાબ નીવડતાં ગૌરક્ષાના જુસ્સામાં રાવણે લિંગને જમીન ઉપર મૂક્યું અને ગાયને બહાર કાઢી પણ જમીન પર મૂકેલા શિવલિંગને લેવા માટે જેવી પુંઠ ફેરવી ત્યાં નો એ લિંગને ઠેકાણે કોટી લિંગ થઈ ગયા હતા અને ત્યારે રાવણને શિવે આપેલી સુચના ખ્યાલ આવી પણ ત્યારે તો સમય હાથમાંથી નીકળી ગયો હતો. કોટી લિંગમાંથી એકને સાચું માની લઈને તે ત્યાંથી ચાલતો થયો. આ કોટી લિંગવાળું ધામ તે કોટેશ્વર.

ચીની મુસાફરનાં કથન પ્રમાણે તે સમયે કોટેશ્વરમાં ૫૦૦૦ જેટલાં બૌદ્ધ સાધુઓનાં ૮૦ જેટલા મઠો હતા. આ વસાહતના મધ્ય ભાગમાં શિલ્પ સમૃદ્ધ શિવ મંદિર અને બીજા બાર દેવળો હતા અને ભભૂતી ભૂસીને રહેતા શૈવમાર્ગીઓ અને પૂજન અર્ચન કરતા હતા.

કોટેશ્વર પાસેની ખાપરા કોડીયાની ગુફા તરીકે ઓળખાતી ગુફા બૌદ્ધ ગુફાનાં અવશેષને સાચી રહી છે.

નીલકંઠ મહાદેવની સ્થાપના સાથે જેની ગાથા ગુંથાયેલી છે એવી ગૌડરાણી ચંદ્રિકાનાં પ્રતાપી પુત્ર ઉન્નડ જામને સત્તાધીશ થતો જોઈ ન શકનાર મનાઈ અને મનાઈ ભંભેરણીથી ભેળો થયેલો મોડ કાવતરાથી ઉન્નડને મારીને નગર રાત્રેથી “ભાગ્યા અને કચ્છમાં કેર વર્તાવીને સત્તાધીશ બન્યા. એમનાં હાથે વર્તાયેલા કેર જુલ્મના પ્રાયશ્ચિત માટે કોટેશ્વરનું દાનમાં અપાયેલી ઘરની અને ધોલાયનાં કેરોએ કોટેશ્વરમાં દેવાલય કરાવ્યાની કથા કચ્છના ઈતિહાસમાં પ્રસિદ્ધ છે.

મનાઈએ કોટેશ્વરનાં જર્જરિત મંદિરનો જીર્ણોદ્ધાર કર્યાની અને કોટેશ્વરમાં ગયા-કુંડ બંધાવ્યાની કથા ઈતિહાસના પાને આંકત છે.

ધર્માદા એવા અલાઉદીન ખિલજી સિંધની સુમરીઓ પાછળ કચ્છમાં આવેલ ત્યારે કોટેશ્વરનાં બાણ ને ખીલા ઠોકયાની લોકોકિત છે. એના નિશાન આજે પણ લિંગ પર બતાવવામાં આવે છે.

સ્વ. દેશળજી પહેલાએ : ઈ.સ. ૧૭૧૮-૧૭૪૧ : કોટેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સંવત ૧૮૭૮ માં સુંદરજી સૌદાગર તથા ખત્રી જેઠા શીવજીએ જીર્ણોદ્વાર કરાવ્યો તેનાં લેખો હજી સચવાયેલા પડયા છે.

 કોટેશ્વરનાં મહંત “પીર” નું બિરૂદ ભોગવે છે. આ પંથકમાં પીરોની મહત્તા મોટી છે. ને સૌ એનું આદર કરતાં આવ્યા

પુરાણી ભવ્યતાની શાખ પુરતુ કોટેશ્વરનું ઉંચું શિવાલય આજે પણ આભમાં ઉંચે ધજા ફરકાવતું દરિયાખેડુઓની હામ બનીને ઉભું છે.

અહીં કોટેશ્વરમાં આવનારા યાત્રિકોના દર્શન સ્થળો છે:- કોટેશ્વર, કલ્યાણેશ્વર, શરણેશ્વર, રામેશ્વર, ચપલેશ્વર, કપલાપાદ ને નાદલોટિકા.

ને દૂર દરિયાના છીછરા જળ વચ્ચે હજીયે દિવ્યતાના દર્શન કરાવતા નીલકંઠ, ખખડધજ સ્થિતિમાં બિરાજી રહ્યા છે.આવી યુગો યુગાંતર થી ભુભાગ મા પૂજનીય મહાદેવ ના શિવ અનુષ્ઠાન ના પવિત્ર શ્રાવણ માસે શિવ દર્શનમ ખીચકોલી નો આ ફોટો વાસ્તવિક છે 

Related Posts