અમરેલી જિલ્લાના પનોતા પુત્ર ઈફકોના ચેરમેનશ્રી , અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી કે જેઓ કોરીયા વિદેશ પ્રવાસે હોય અને ત્યાંથી માર્ગદર્શન આપી બાબરા તાલુકાના સહકારી આગેવાનશ્રી અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક – અમરેલીના ડીરેકટરશ્રી જીવાજીભાઈ રાઠોડ ના નેતૃત્વમાં આજરોજ બાબરા તાલુકા ખરીદ વેચાણ સંઘની તમામ ડીરેકટરોની ચુંટણી પ્રાંત અધિકારીશ્રી લાઠીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ચૂટણીમાં ૮ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે . જેમાં ( ૧ ) શ્રી જેઠસુરભાઈ કોઠીવાળ -સુખપુર ( ર ) શ્રી હિંમતભાઈ પાનશેરીયા- વાંડળીયા ( ૩ ) શ્રી જસાભાઈ મકવાણા વાંકીયા ( ૪ ) શ્રી અજીતભાઈ ખોખરીયા – અમરાપરા ( ૫ ) શ્રી રમેશભાઈ શેખ – ખાનપર ( ૬ ) શ્રી ભરતભાઈ પીઢડીયા – ચમારડી ( ૭ ) શ્રી વિઠલભાઈ ગજેરા – ફુલઝર ( ૮ ) શ્રી બીજલભાઈ ગોલાણી – ઈશ્વરીયા
બાબરા તાલુકા ખરીદ વેચાણ સંઘ – બિનહરીફ જાહેર

Recent Comments