અમરેલી શહેર સહીત જિલ્લામાં વહેલી સવારે ગાઢ ઝાકળવર્ષા
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારમાં જ ઝાકળવર્ષાને કારણે શિયાળાએ અસલી મિજાજ દેખાડ્યા હતો. નજીકની વસ્તુ ના દેખાય તેવો ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારમાં જ ઝાકળવર્ષાને કારણે શિયાળાએ અસલી મિજાજ દેખાડ્યા હતો. નજીકની વસ્તુ ના દેખાય તેવો ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. અમરેલી શહેર ઉપરાંત બાબરા, લાઠી, ધારી સહિત જિલ્લામાં વહેલી સવારે અને મોડી મધરાતે ઝાકળ પડતાં વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વિઝિબિલિટી ડાઉન થવાને કારણે વાહનોને હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી. શિયાળાની ઋતુ સાથે 2 દિવસથી વરસાદી આગાહીના કારણે ચોમાસા ભર્યો માહોલ પણ જોવા મળ્યો છે. બંને ઋતુ ભેગી થવાના કારણે રોગચાળો વધતો હોય છે અને બીમારી પણ વધી શકે છે જેના કારણે આવા વાતાવરણના કારણે લોકો વધુ પરેશાન થઇ શકે છે.
Recent Comments