ભાવનગર

ભાવનગર જિલ્લામાં ઉત્સાહ પૂર્વક સિંહ દિવસની ઉજવણીની તૈયારી

ભાવનગર જિલ્લામાં ‘સિંહ દિવસ’ ઉજવણી સંદર્ભે આયોજનની એક બેઠક સહાયક વન સંરક્ષક બિમલભાઈ ભટ્ટના નેતૃત્વ હેઠળ વન વિભાગ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે તા 05-8-26 ના રોજ યોજવામાં આવી.

‘સિંહ દિવસ’ ૧૦ ઓગષ્ટ ઊજવણી સંદર્ભે તૈયારીના ભાગ રૂપે ભાવનગરમાં વન વિભાગ દ્વારા યોજાયેલ આયોજન બેઠકમાં સિંહ પ્રાણી અને માનવીય સંવેદના સંદર્ભે વાતો કરવામાં આવી.‘સિંહ દિવસ’ ઉજવણીમાં વન વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ અને પર્યાવરણ કાર્યકર્તાઓની સામેલગીરી દ્વારા આયોજન સંદર્ભે વાતચીત પણ‌ થઈ.

‘સિંહ દિવસ’ ભાવનગર જિલ્લા સંયોજક તખુભાઈ સાંડસુર દ્વારા આ ઉજવણી સંદર્ભે તબક્કાવાર આયોજન અંગે વાત કરી તેઓએ વિવિધ વિભાગોના સંકલન પર ભાર મૂક્યો.

પાલીતાણાના સહાયક વન સંરક્ષક અનિલભાઈ રાઠવા અને રેન્જ અધિકારીઓએ હાજરી આપી પોતાના વિસ્તારની કામગીરીથી સૌને અવગત કરાવ્યા હતા. સિંહ વિશે ગેરસમજ દૂર કરવા તથા જાગૃતિ અને સાવચેતી માર્ગદર્શન આપવા સંદર્ભે આ બેઠકમાં ચર્ચા થઈ.

સંચાલન વન અધિકારીશ્રી ભરતભાઈ ગલાણી‌ કર્યું હતું.

 જિલ્લાના 11 તાલુકાઓ સહિત ભાવનગર શહેરમાં પણ સિંહ દિવસની ઉજવણી કરી સૌ લોકજાગૃતિનો સંદેશો આપશે.

Related Posts